Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: આ પ્રાથમિક શાળામાં બનાવાયું બાળ અભ્યારણ, જુઓ સરકારી શાળાની વિશેષતા

ખાનગી શાળાઓ દાખલારૂપ શિક્ષણના નામે તોતિંગ ફી વસૂલી રહી છે ત્યારે ખાનગી શાળાઓ સાથે સ્પર્ધા કરી શકે તેવી પ્રાથમિક શાળા મળવી મુશ્કેલ છે

X

ખાનગી શાળાઓ દાખલારૂપ શિક્ષણના નામે તોતિંગ ફી વસૂલી રહી છે ત્યારે ખાનગી શાળાઓ સાથે સ્પર્ધા કરી શકે તેવી પ્રાથમિક શાળા મળવી મુશ્કેલ છે, પરંતુ સાબરકાંઠાનામાં આવેલી કેશરપુરા પ્રાથમિક શાળાએ બાળકો માટે બાળ અભયારણ્ય બનાવ્યું છે.આવો જોઈએ શું છે આ શાળાની વિશેષતા

બાળકોના વાલીઓ માને છે કે સરકારી શાળામાં પૂરતી સુવિધા નથી અને તેના કારણે તેઓ તગડી ફી ભરીને બાળકોને ખાનગી શાળામાં મોકલે છે, પરંતુ સાબરકાંઠાના ઇડર તાલુકાના કેસરપુરા ગામની પ્રાથમિક શાળાની કહાની અલગ છે.બાળકોના સર્વાંગી વિકાસ માટે કેશરપુરા પ્રાથમિક શાળામાં બાળ અભયારણ્ય બનાવવામાં આવ્યું છે. પ્રાથમિક શાળામાં બાળકોની ઈચ્છા મુજબ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ શાળામાં પ્રથમથી આઠમા ધોરણ સુધીના 15 શિક્ષકો છે. જો બાળક શાળામાં પુસ્તક લાવવાનું ભૂલી ગયું હોય, તો શાળાની દિવાલો પર ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃતના વિવિધ સૂત્રો છે. વ્યાકરણ ઉપરાંત મનનો દીવો પ્રગટાવવા માટે પણ લખ્યું છે.જેના આધારે બાળકો પણ અભ્યાસ કરે છે.પ્રાથમિક શાળામાં કેસરી ઔષધીય બગીચો ઉભો કરવામાં આવ્યો છે જ્યાં વિવિધ છોડ, વેલા અને પાંદડા દ્વારા ભારતીય પરંપરા આધારિત આયુર્વેદિક પદ્ધતિથી બાળકોના આરોગ્યની તપાસ કરવા માટે વિશેષ સમજ આપવામાં આવે છે

કેશરપુરા પ્રાથમિક શાળામાં કિન્ડરગાર્ડન શરૂ કરવામાં આવ્યું છે. ધીમે ધીમે બાળકો અને શિક્ષકોએ પણ સહકાર આપ્યો. આજે શાળા અન્ય શાળાઓ કરતા અલગ છે.આ શાળાના કારણે ખાનગી શાળાના 100થી વધુ બાળકો આ પ્રાથમિક શાળામાં ભણે છે. શાળા અભ્યાસ, શાળાનું મેદાન, શાળાની વિવિધ પ્રવૃત્તિઓ, શાળામાં બાળકો દ્વારા કરવામાં આવતી રોજબરોજની પ્રવૃત્તિઓનું ટાઈમ ટેબલ પણ બનાવવામાં આવ્યું છે.

કેસરપુરા પ્રાથમિક શાળાએ વિવિધ સ્પર્ધાઓમાં પોતાનું નામ જાળવી રાખ્યું છે અને શાળા અને ગામ સહિત સમગ્ર જિલ્લામાં મોટાભાગના મુખ્ય શિક્ષકો સાથે શિક્ષણવિદો માટે અનુકરણીય શાળા બની છે. સ્થાનિક બાળકો માટે સંસ્કૃતિનો સ્ત્રોત બનવું, જેના પછી આશા અન્ય શિક્ષકો માટે પણ મૂળભૂત ભૂમિકા ભજવી રહી છે.

Next Story