Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા:હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બે નાક ધરાવતા બાળકનો થયો જન્મ,લોકોમાં કુતૂહલ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બે નાક ધરાવનારા બાળકનો જન્મ થતા સમગ્ર શહેરમાં ચર્ચાનું કારણ બન્યું છે.

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બે નાક ધરાવનારા બાળકનો જન્મ થતા સમગ્ર શહેરમાં ચર્ચાનું કારણ બન્યું છે.

સાબરકાંઠાના હિંમતનગરથી ખાનગી હોસ્પિટલમાં સામાન્ય બાળકો કરતા આજે બે નાક ધરાવતા બાળકનો જન્મ થતા ડોક્ટર સહિત પરિવારજનો માટે પણ ભારે અચરજ સર્જાયું હતું. જોકે સ્થાનિક ડોક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે અન્ય હોસ્પિટલમાં ખસેડાતા બાળકની સ્થિતિ સામાન્ય બની રહી છે. જોકે પ્રતિ 8000થી 15000 બાળકોમાં એક બાળક આવું જન્મે છે. જેની શારીરિક અંગોનો વધારો થયો હોય છે. જેના પગલે બાળક તેમજ તેના પરિવારજનો માટે આવી સ્થિતિ ક્યારેક શોભજનક પણ બનતી હોય છે. હાલના તબક્કે બાળકની સ્થિતિ નોર્મલ જોવા મળી રહી છે ઓપરેશન થકી નોર્મલ થશે બાળક બાળ રોગના નિષ્ણાંત ધવલ પટેલએ જણાવ્યું કે, આગામી સમયમાં ઓપરેશન થકી તેને ફરીથી નોર્મલ બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. તેમજ હાલના તબક્કે બાળકની સ્થિતિ તદ્દન સામાન્ય બની રહેશે તો હોસ્પિટલમાંથી તેને રજા આપવામાં આવશે

Next Story