Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : દિકરી વગરનો ખેડૂત ગામની દરેક દિકરીઓ માટે કરે છે અનોખું કન્યાદાન, તમે પણ જુઓ..!

ચોટાસણ ગામના ખેડૂત રાકેશ ચૌધરી દિકરીઓના લગ્ન ચોરીમાં ઘી, છાણા સહીત ઇકો ફ્રેન્ડલી ગણપતિની મુર્તિ તેમજ સગર્ભા દિકરીઓને દૂધ-ઘીનું દાન અર્પણ કરે છે.

X

ભારતીય સંસ્કૃતિને વળગી ગૌ શક્તિનું જતન કરી રહ્યા છે સાબરકાંઠા જીલ્લાના ચોટાસણ ગામના રાકેશ ચૌધરી. સોળે સંસ્કારે સજેલી દિકરીને વિદાય આપી તેના શુભ જીવનની ઝંખના કરતા ચોટાસણના ખેડૂત દ્વારા કરવામાં આવે છે અનોખુ કન્યાદાન... જુઓ વિશેષ અહેવાલ...

સાબરકાંઠા જીલ્લાના ચોટાસણ ગામના ખેડૂત રાકેશ ચૌધરી દિકરીઓના લગ્ન ચોરીમાં ઘી, છાણા સહીત ઇકો ફ્રેન્ડલી ગણપતિની મુર્તિ તેમજ સગર્ભા દિકરીઓને દૂધ-ઘીનું દાન અર્પણ કરે છે. ભરતીય સંસ્કૃતિમાં દિકરીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ઘર આંગણે રમકડાંઓને રમાડતી દિકરી આંખોના સામે પળવારમાં મોટી થઈ જાય છે. ઘરના આંગણે અગ્નિની સાક્ષીએ સોળે સંસ્કારે સજેલી દિકરીને સોના-ચાંદીના કન્યાદાન કરી વિદાય આપીને સુના રોતા માંડવડામાં એકલો ઉભો રહી દિકરીના શુભ જીવનની ઝંખના રાખે છે. દિકરી વગરનો એક ખેડૂત પિતા ગામની દિકરીઓને અનોખી રીતે કન્યાદાન આપીને પોતાના અધૂરા કોડ પુરા કરવાની સાથે ગૌ-શક્તિનું જતન કરી રહ્યા છે. ગૌભક્ત રાકેશ ચૌધરીએ ગૌ-શાળા બનાવીને પ્રાકૃતિક ખેતી થકી ગાયોની પુજા અર્ચના કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, વર્ષ 2014માં હાથમાં 15૦૦ જેટલી મામુલી રકમ થકી ગાય માતાના આશિર્વાદથી ઘરમાં 5 દિવસની ગૌ-કથાનું આયોજન કરાવ્યું અને તે 5 દિવસોમાં બીજી 5 ગાય ખરીદી. અત્યારે નાના વાછરડાથી માંડી 50 જેટલી દેશી ગાયો છે. જેમાં હાલ 15 જેટલી ગાયો દૂધ આપે છે. શુધ્ધ જીવનશૈલી અર્થે દેશી ગાયના દૂધમાંથી શુધ્ધ ઘી બનાવી તેઓ નજીવી કિંમતે વેચાણ કરી રહ્યા છે. તેઓ ગામની જે દિકરીના લગ્ન હોય તે અગ્નિ કુંડમાં હોમ માટે દેશી ગાયનું ઘી દાનમાં આપે છે. તેમજ દેશી ગાયના ગોબરમાંથી બનાવેલા ઇકો ફ્રેન્ડલી ગણપતિ આશિર્વાદરૂપે દીકરીને અર્પણ કરે છે, ત્યારે આજના આધુનિક યુગમાં જ્યા લોકો રાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના છંટકાવમાં પળોવાઈ અન્યોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે ભારતીય મૂલ્યોને સાચા અર્થે સાર્થક કરી ગૌ-શક્તિનું જતન કરી રહેલા ખેડૂત રાકેશ ચૌધરી લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.

Next Story