સાબરકાંઠા : હિંમતનગરના ખેડૂત હળદરનો પાવડર બનાવી કરે છે વેચાણ, મહિને થાય છે આટલી કમાણી..!

હિંમતનગર તાલુકાના ખેડ ગામના ખેડૂત કનુ પટેલ છેલ્લા 9 વર્ષથી પોતાની જમીનમાં હળદર વાવી તેને પીસી પેકિંગ કરીને વેચાણ કરે છે.

સાબરકાંઠા : હિંમતનગરના ખેડૂત હળદરનો પાવડર બનાવી કરે છે વેચાણ, મહિને થાય છે આટલી કમાણી..!
New Update

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખેડ ગામના ખેડૂત કનુ પટેલ છેલ્લા 9 વર્ષથી પોતાની જમીનમાં હળદર વાવી તેને પીસી પેકિંગ કરીને વેચાણ કરે છે. અને વર્ષે લાખ રૂપિયા કમાણી કરે છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખેડ ગામના ખેડૂત કનુ પટેલ પોતાના ખેતરમાં સીઝન પ્રમાણે અન્ય ખેતી પણ કરે છે. તેઓ છેલ્લા 9 વર્ષથી પોતાની જમીનમાં હળદર વાવી તેને પીસી પેકિંગ કરી વેચાણ કરવા સાથે વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. પોતાના ખેતરમાં ઉગેલી હળદરને સદગુરુ નામથી બ્રાન્ડ બનાવી વેચાણ કરે છે. તેમાં પણ છેલ્લા 7 વર્ષથી પાકનો સંપૂર્ણ પ્રાકૃતિક રીતે ઉછેર કરે છે, અને પોતાના ખેતરમાં ઉગેલી હળદરને બહાર કોઈ વ્યાપારીને ન વેચીને જાતે જ તેને પીસીને તેનો પાવડર બનાવી પેકિંગ કરી વેચાણ કરે છે. સંપુર્ણ પ્રાકૃતિક હળદર તેઓ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીમાંથી પ્રેરાઈને પોતાની સંપૂર્ણ ખેતી પ્રાકૃતિક રીતે કરે છે. તેમાં હળદરની ખેતી પણ ખાટી છાશ અને વનસ્પતિ અર્કની પ્રાકૃતિક દવા છાંટી ઉછેર કરે છે. તેમના પિતા રામજીભાઈને ખેતીમાં નવીન પ્રયોગો કરવાનો શોખ છે, અને તેમણે આણંદ બાજુના એક મિત્રથી પ્રેરાઈને 9 વર્ષ અગાઉ હળદરની ખેતી કરવાનું નક્કી કર્યું હતું.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Sabarkantha #Himmatnagar #Farmer #Earning #turmeric powder
Here are a few more articles:
Read the Next Article