Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતાં ભક્તો માટે રબારી સમાજ દ્વારા વિસામો શરૂ કરાયો...

ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતાં ભક્તોનો ધસારો વધતાં સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર વિસામાં ખોલવામાં આવ્યા છે

X

ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતાં ભક્તોનો ધસારો વધતાં સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર વિસામાં ખોલવામાં આવ્યા છે, ત્યારે હિંમતનગર શહેરના છાપરિયા ચાર રસ્તા પાસે રબારી સમાજ દ્વારા વિસામાંનું આયોજન કરવામાં આવ્યું છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં રબારી સમાજ દ્વારા આયોજિત વિસામાનું શુભ શરુઆત હિંમતનગર પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય તથા હિંમતનગર નાગરીક બેંક ચેરમેન હિરેન ગોરના હસ્તે કરવામાં આવી હતી. જોકે, અંબાજી જતાં યાત્રીઓ દૂર દૂરથી આવતા હોવાથી તેઓને મોડાસાથી ઈડર વચ્ચે વિનામુલ્યે સેવાઓ ન હોવાથી ખૂબ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. જેથી હિંમતનગર શહેર રબારી સમાજ છેલ્લા 20 વર્ષથી સતત આ મહત્વપૂર્ણ વિસામો કરી રહ્યા છે. જે પદયાત્રીઓના શરીરનો થાક ઉતારે છે, જેથી તેઓ આગામી રસ્તો સરળતાથી પાર કરી શકે. પદયાત્રીઓ માટે સ્નાન કરવા ગરમ પાણીની સુવિધા તેમજ રાત્રી રોકાણ કરતા ભક્તો માટે ચા-પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

Next Story