Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા:પ્રથમ વરસાદ બાદ જિલ્લાના અનેક રોડ ખખડધજ બન્યા,વાહનચાલકોને હાલાકી

જોકે તલોદ થી દહેગામ ને જોડતા સ્ટેટ હાઇવે પર મસ મોટા ખાડા પડતા રોજ બરોજ પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન બની ચુક્યા છે

X

સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ વરસાદ બાદ જિલ્લાના અનેક રોડ ખખડધજ બન્યા છે જોકે તલોદ થી દહેગામ ને જોડતા સ્ટેટ હાઇવે પર મસ મોટા ખાડા પડતા રોજ બરોજ પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન બની ચુક્યા છે

રાજ્યભરમાં ચોમાસા દરમિયાન અનેક રોડ રસ્તાની હાલત કફોડી બની ચૂકી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલોદથી દહેગામને જોડતો સ્ટેટ હાઇવે બિલકુલ ખખડધજ બનતા વાહનચાલકો સહિત સ્થાનિકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.તલોદ દહેગામ સ્ટેટ હાઇવે પર રોજબરોજ મુસાફરી કરતા વાહન ચાલકો અને સ્થાનિકો દ્વારા અનેકવાર રજુઆત કરવા છતાંય તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવતું નથી સ્ટેટ હાઇવે પર ચોમાસાના વરસાદનું પાણી ભરાયા બાદ હાઇવે પરના ખાડા દેખાતા નથી જેના કારણે અનેક અકસ્માતો પણ બન્યા છે અને અનેક વાહનચાલકો અને રાહદારીઓ ઇજાગ્રસ્ત પણ થયા છે.

Next Story