હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પંથકમાં ગત મોડી રાત્રે વરસાદી માવઠું વરસતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે.
રાજ્યભરમાં ફરી એકવાર ખેડૂતોના માથે માવઠાનું સંકટ ઘેરાયું છે. વેસ્ટર્ન ડિસ્ટબૅન્સના કારણે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી માવઠું થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પંથકમાં ગત રાત્રીના સમયે આચનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પ્રાંતિજ પંથકમાં મોડી રાત્રે કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોના પાક જેવા કે, જીરું, એરંડા, રાયડો અને શાકભાજી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાય છે.