Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : વિજયનગરના ખરોલ ગામે જવાનનો પાર્થિવ દેહ આવી પહોંચતા આખું ગામ ગમગીન, આસામમાં બીમારીના કારણે મૃત્યુ થયું

જવાનનો પાર્થિવ દેહ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ખરોલ ગામે આવી પહોંચતા આખું ગામ ગમગીન થયું હતું.

X

જવાનનો પાર્થિવ દેહ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ખરોલ ગામે આવી પહોંચતા આખું ગામ ગમગીન થયું હતું. આસામમાં ફરજ આર્મી જવાનનું બીમારીના કારણે મૃત્યુ થયું હતું.

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ખરોલ ગામના આર્મી જવાન પ્રવીણકુમાર પટેલીયાનું આસામમાં ફરજ દરમિયાન બીમારીના કારણે મૃત્યુ થયું હતું. જેમના પાર્થિવ દેહને આસામથી હવાઈ માર્ગે અમદાવાદ અને ત્યાર બાદ સડક માર્ગે તેમના વતન ખરોલ ગામે લાવવામાં આવ્યો. તેમના સન્માનમાં દેશભક્તિના નારાથી ગામ ગુંજી ઉઠ્યું હતું. ત્યારે સૌની આંખો ભીની થઈ ગઈ હતી. તો ગાર્ડ ઓફ ઓનર સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સ્મશાનયાત્રામાં જોડાયા હતા. પ્રવિણકુમાર પટેલિયા જેઓ આસામ 1889 ભ્રમસ્ત્ર લાઈટ રેજીમેન્ટમાં નાયક પોતાની ફરજ બજાવતા હતા. પ્રવિણકુમાર પટેલિયાને ફરજ દરમિયાન બીમાર હોવાથી ગુવાહાટી મિલેટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 21 જુલાઈ 2022ના રોજ મૃત્યુ થયું હતું. મૃત્યુના સમાચાર ઘરે પહોંચ્યા તો પરિવાર પર આભતૂટી પડ્યું હતું.આખા પરિવારની હાલત કફોડી બની ગઈ હતી છે. પાર્થિવ દેહ ગામમાં આવી પહોચતા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. ભારતની આ લાલની અંતિમ દર્શન માટે માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને અંતિમ દર્શન બાદ સૌની આંખો ભીની થઈ ગઈ હતી.ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રધ્ધાંજલિ આપવામાં આવી ઘરેથી અંતિમયાત્રા નીકળી ત્યારે 'પ્રવિણકુમાર અમર રહો',ના નારા લગાવ્યા હતા. પ્લાટૂન કમાન્ડર ડી.કે.તિવારી, હવલદાર અશ્વિન પટેલ તેમજ અન્ય જવાનો હાજર સાથે વિજયનગરના માજી સૈનિક સંગઠન સાથે જોડાયેલા માજી સૈનિકો પણ હાજર રહ્યા હતા.

Next Story