સાબરકાંઠા : વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી, પાકમાં ફૂગ સહિત ઈયળનો પણ ઉપદ્વવ...

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીની અછતને લઈ ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

New Update
સાબરકાંઠા : વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી, પાકમાં ફૂગ સહિત ઈયળનો પણ ઉપદ્વવ...

સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં ખેડૂતોએ સારુ વાવેતર કરી દીધુ હતું.પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીની અછતને લઈ ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.તો બીજી તરફ, વરસાદ ન પડતા ફુવારા ચાલુ કરાયા છે, તો પાકમાં પણ વિવિધ પ્રકારની જીવાત જોવા મળી છે.

સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે શરૂઆતમાં સારો એવો વરસાદ પડ્યો હતો. પરંતુ છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. આમ તો ખેડૂતોએ મહામહેનતે ખેતી કરી છે, પરંતુ આ વર્ષે ખેડૂતોને કંઈ વળતર મળી શકે તેમ નથી. મોઘીંદાટ દવાઓ બિયારણ, ખાતરનો છંટકાવ કર્યા બાદ પણ જો વરસાદ ન પડે તો જે વાવેતર કરેલો જે પાક છે એ પણ બચાવવું મુશ્કેલ બને તેમ છે. આ સાથે જ ઈયડ અને ડોડનો પણ ઉપદ્રવ થતા એક સમસ્યા વધુ ઉભી થઈ છે. કૂવામાં થોડા સમય ચાલે તેટલું પાણી છે. હવે ખેડૂતોને માત્ર કુદરતનો આશરો છે. ચોમાસું ખેતીનું વાવેતર બચાવી શકે તેમ છે. જેથી વરસાદ થાય તેવી ખેડૂતો પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે.

સાબરકાંઠા જીલ્લામાં ખેડૂતોએ ચાલુ વર્ષે 217119 હેક્ટરમાં તમામ પાકનું વાવેતર કર્યું છે. જેમાં મુખ્ય પાકની વાત કરીએ તો, મગફળી, કપાસ, સોયાબીન સહિત શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. તો સામે આ વખતે વરસાદ ન પડતાં ખેડૂતોના પાકમાં નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. વરસાદ ન પડતાં પાકમાં વિવિધ જીવાત અને ડોર, સફેદ ફુગ સહિત ઈયળનો ઉપદ્વવ વધી રહ્યો છે. તો સાથે-સાથે પુરતું પાણી ન મળતા પાક પણ સુકાઈ રહ્યો છે. જો હજુ પણ વરસાદ ન પડે તો ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે, ત્યારે હાલ તો ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, સિંચાઈ સુવિધા ધરાવતા ખેડૂતોએ સિંચાઈ શરૂ કરવી જોઈએ, અને સાવચેતીરૂપે પગલા લેવા માટે ગ્રામસેવકોને જણાવાયું છે. એક તો અપુરતો વરસાદ તો સામે કૂવાના તળ નીચા ગયા છે. તેવામાં વરસાદ ક્યારે પડશે તેની રાહ જોવાઈ રહી છે. જો વરસાદ વહેલો નહીં પડે તો ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો છીનવાઈ જાય તેમાં નવાઈ નહીં.

Latest Stories