સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તલોદ ખાતે ભાજપના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે ભાજપ દ્વારા અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા સહિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાજપના સ્થાપક એવા ડો. શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના તલોદ ખાતે પ્રાંતિજ-તલોદ ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી શ્યામા પ્રસાદ મુખરજીની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં જન સંપર્ક અભિયાન તથા ઘાટ ઘર સંપર્ક તારીખ 25થી 27 જૂન સુધી યોજાનાર છે, તે સંદર્ભે આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત થાય તે હેતુથી પ્રાંતિજની વી.એસ.રાવલ પીટીસી કોલેજ ખાતે ભાજપ કાર્યકરો અને આગેવાનોની અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા યોજાય હતી. જેમાં વિડીયો કોન્ફરન્સના મધ્યમથી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી વર્ચ્યુઅલી જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ, સાંસદ દિપસિંહ રાઠોડ સહિત પ્રાંતિજ-તલોદ ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.