Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિંમતનગરમાં ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયુ, સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

400થી વધુ બેઠકો જીતવા માટેનો સંકલ્પ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકર્તાઓ સમક્ષ વ્યક્ત કરી લોકસભાની ચૂંટણીઓ માટે કાર્યકર્તાઓને કામે લાગી જવા માટે જણાવ્યું

X

સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં ભાજપના કાર્યકર્તા સમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સેવા સુશાસનના 9 વર્ષ પૂર્ણ કરવામાં આવ્યા છે. ત્યારે શનિવારે હિંમતનગરના વૈશાલી ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. ભારત રાષ્ટ્રના છેવાડાના લાભાર્થીઓ સુધી સરકારી યોજનાનો લાભ પહોંચી રહ્યો છે.

ત્યારે આગામી લોકસભાની ચૂંટણીઓમાં 400થી વધુ બેઠકો જીતવા માટેનો સંકલ્પ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકર્તાઓ સમક્ષ વ્યક્ત કરી લોકસભાની ચૂંટણીઓ માટે કાર્યકર્તાઓને કામે લાગી જવા માટે જણાવ્યું હતું. કાર્યકર્તા સંમેલનમાં સંબોધન કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉની કોંગ્રેસની સરકારના સાશનમાં ભ્રષ્ટાચાર, આંતકવાદ તથા કોમી તોફાનોથી પ્રજા તોબા પોકારી ઉઠી હતી.

જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાશન દિલ્હીમાં આવ્યું છે. ત્યારથી ભારતના તમામ ગામડાના છેવડાના લાભાર્થી સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે તેની સતત ચિંતા કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક યોજનાઓ મારફતે લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે. આ સંમેલનમાં મંત્રી ભીખુસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ, અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર પટેલ, સાંસદ દીપસિંહ રાઠોડ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Next Story