-
ઉત્તર ગુજરાતના BZ ગૃપ પર CIDના દરોડા
-
રોકાણકારોને તગડા વ્યાજની આપવામાં આવતી લાલચ
-
CIDની જુદી જુદી ટીમે BZની તમામ ઓફિસો પર પાડ્યા દરોડા
-
BZ ગૃપ પોંઝી સ્કીમ હેઠળ લોકો પાસે રોકાણ કરાવતા હતા
-
CIDના દરોડા બાદ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા
સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં BZ ગૃપ છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોને આકર્ષતી તગડુ વ્યાજ આપતા હતા.આ ગૃપની ખાનગી ઓફિસો પર CID ક્રાઇમની ટીમે એક સાથે સંચાલકો તથા તેમના એજન્ટોની ઓફિસો પર દરોડો પાડતા ચકચાર મચી જવા પામી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા BZ દ્વારા પોંઝી સ્કીમના નામે ધંધો શરૂ કરાયો હતો. શરૂઆતમાં તેમણે હિંમતનગર, રણાસણ,ગાંભોઇ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોકીને રોકાણકારોને આકર્ષવા માટે પોંઝી સ્કીમની સમજ આપવામાં આવતી હતી.રોકાણકર્તાને દર મહિને તગડુ વ્યાજ આપવામાં આવતું હતું. જેના લીધે BZ નો ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો સુધી પથરાઈ ગયો હતો.
મંગળવારે હિંમતનગર સહિત અરવલ્લી અને ઉત્તર ગુજરાતમાં આવેલી BZની શાખાઓમાં CID ક્રાઇમે એક સાથે દરોડો પાડીને દસ્તાવેજી પુરાવા કબ્જે લઇ લીધા છે.કેટલાક એજન્ટોની તપાસ દરમિયાન અંદાજે રૂપિયા 20 લાખથી વધુ રકમ અને મોટા પ્રમાણમાં દસ્તાવેજો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જોકે CID ની રેડ બાદ BZ ગૃપના સંચાલકો ભૂગર્ભમાં ઉતારી ગયા હતા.