/connect-gujarat/media/post_banners/a149e2fc3abda9e4184f4af254deffd409d3a511e378c2f503f4960e4a5c4253.webp)
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાંબડીયા બજારમાં દિવાળીના દિવસે બનેલી મારામારીની ઘટનાનો વીડિઓ સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો છે.
તહેવારોની ખરીદી દરમિયાન સાબરકાંઠાના લાંબડીયાના બજારમાં હોબાળો મચ્યો હતો. પોશીનાના લાંબડીયા વિસ્તાર એટલે રાજસ્થાન અને ગુજરાત સરહદી વિસ્તારનુ મોટુ બજાર માનવામાં આવે છે. આ વિસ્તારના સ્થાનિક અને સરહદી વિસ્તારના લોકો અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે. પરંતુ સામાન્ય બોલાચાલીમાં 2 જૂથ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. તહેવારોની ખરીદીની ભીડ હતી, અને એ દરમિયાન જ હોબાળો મચતા લોકોમાં પણ નાસભાગ મચી હતી. સાબરકાંઠા જિલ્લામાં નવા વર્ષને લઈ અને દિવાળીના તહેવારોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તહેવારોને લઈ પડતર દિવસ સુધી બજારોમાં ભીડ જોવા મળી છે. આ દરમિયાન પોશીના તાલુકાના લાંબડીયાના બજારનો એક વીડિયો સામે આવ્યો છે. અહીં બજારમાં જ 2 જૂથ વચ્ચે મારામારી સર્જાઈ ગઈ હતી. ભીડ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાતા અફરાતફરી મચી હતી. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલ ઘર્ષણ મારામારી સુધી પહોંચ્યુ હતું, જ્યાં 2 જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. એક તરફ તહેવારોની ખરીદીને લઈ બજારમાં ભારે ભીડ હતી, ત્યાં બીજી તરફ આ મારામારી સર્જાવાને લઈ બજારમાં ખરીદી કરવા આવેલા લોકોમાં પણ સલામતીને લઈ નાસભાગ મચી હતી.