/connect-gujarat/media/post_banners/98919a09c4a42fccc33593cb9b586d3fe62f2d3f92a767d6c8949f4e68c594fd.jpg)
હિંમતનગરના રંગપુર પાટીયાએ આવેલી બાલાજી વેફર્સના યુનિટમાં ભીષણ આગ લાગી હતી જેમાં ફાયર બ્રિગેડની 10 ટીમ ઘટનાસ્થળે પહોચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના રંગપુર પાટિયા પાસેની બાલાજી વેફર્સની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટીની નીકળી છે. આગને પગલે દૂરદૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. તો આગ પર કાબૂ મેળવવા માટે બાલાજી વેફર્સના પ્લાન્ટ પર ફાયરબ્રિગેડની 10 ટીમ દોડી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. 10મી તારીખે તો ફેક્ટરીનું ઓપનિંગ થવાનું હતું. વેફર્સ ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આગ ફેક્ટરીમાં ફેલાઈ હતી. જેને પગલે ફેક્ટરીમાં દોડધામ મચી હતી. આગને પગલે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા છે.ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવે છે આગના બનાવની જાણ થતાં ઈડર અને હિંમતનગરની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા. ઘટનાસ્થળે 10થી વધુ ફાયર ફાઈટર પહોંચી હતી.