Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિંમતનગરમાં શ્રીમદ ભાગવત કથાની સુદામાના પ્રસંગ સાથે પુર્ણાહુતી

સાત દિવસીય ભાગવત કથામાં અલગ અલગ પ્રસંગોની ઉજવણી સાથે ધામધુમથી પુર્ણાહુતી થઇ હતી જેમાં મોટી સંખ્યામાં કથા શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા.

X

હિંમતનગરમાં સાત દિવસીય ભાગવત કથામાં અલગ અલગ પ્રસંગોની ઉજવણી સાથે ધામધુમથી પુર્ણાહુતી થઇ હતી જેમાં મોટી સંખ્યામાં કથા શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. પુર્ણાહુતીએ ધાર્મિક વાતાવરણ વચ્ચે ભજન કીર્તન અને સુદામાના પ્રસંગની ઉજવણીએ શ્રોતાગદગદિત થઇ ગયા હતા.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના બગીચામાં કાશી વિશ્વનાથ મંદિર પાસે બગીચા યુવક મંડળ અને બગીચા મહિલા મંડળ દ્વારા 2 થી 8 જાન્યુઆરી એમ સાત દિવસીય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર નિવાસી શાસ્ત્રીશ્રી સતીશ પંડ્યાની નિશ્રામાં સાત દિવસ સુધી કથાનું રસપાન કરાવ્યું હતું.19 બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં ભજન કીર્તન અને પ્રસંગોપાત વિવિધ પાત્રોની રજૂઆત સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ શ્રીમદ ભાગવત કથાના જાહેર આમંત્રણમાં મોટી સંખ્યામાં મહિલાઓ, ભક્તો કથાશ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. સતીશભાઈ મગનભાઈ પંડ્યાએ શ્રીમદ ભાગવત કથા દરમિયાન વિવિધ દિવસે રામજન્મ, કૃષ્ણજન્મ, રુકમમણી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે નવમાં દિવસે કથાની પુર્ણાહુતીએ કૃષ્ણ સુદામાના પ્રસંગની કથા સાથે સુદામાનું ચરીત્ર્ય સાથે પાત્રની રજૂઆત કરીને કથાનો મર્મ ઉદાહરણ સાથે સમજાવ્યો હતો. મહિલા ભજન મંડળ પર ઉજવણીમાં તલ્લીન થઈને ઉજવણીમાં જોડાઈ હતી. કથાની વ્યાસપીઠ અને મંડપમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે કથાની પુર્ણાહુતી થઇ હતી.

Next Story