સાબરકાંઠા : પુત્રવધૂએ જ નિવૃત પોલીસકર્મી સસરા સહિત સાસુનું સોપારી આપી મર્ડર કરાવ્યું, 4 આરોપીની ધરપકડ

નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યા કરી લૂંટ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠા : પુત્રવધૂએ જ નિવૃત પોલીસકર્મી સસરા સહિત સાસુનું સોપારી આપી મર્ડર કરાવ્યું, 4 આરોપીની ધરપકડ
New Update

ગત તા. 30 એપ્રિલના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના રામનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યા કરી ઘરમાં લૂંટ કરવામાં આવી હતી. જેને લઇને પોલીસ દ્વારા અલગ અલગ 3 ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. સતત 3 દિવસ સુધી ચાલેલી તપાસ બાદ પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા સાંપડી છે. નિવૃત્ત પોલીસકર્મી વિક્રમસિંહ ભાટી અને તેમના પત્ની મનહરબા ભાટીની હત્યા કરનાર બીજું કોઈ જ નહીં પરંતુ પરિવારના સભ્ય દ્વારા જ ઘરકંકાસમાં હત્યા કરાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ભરબપોરે ઘરમાં વિક્રમસિંહ ભાટી અને તેમના પત્નીની હત્યા કરી દેવામાં આવી હતી. આ સાથે જ રોકડા 35 લાખ રૂપિયા તેમજ 65 તોલા સોનાના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી. વિક્રમસિંહ ભાટીના દીકરાની પત્ની અને વિક્રમસિંહના પૌત્ર કે, જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા 10 લાખ રૂપિયામાં સોપારી આપી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. જોકે, પોલીસે અલગ અલગ 3 ટીમો બનાવી 3 આરોપી સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે.

આ સાથે પોલીસે કુલ રૂપિયા ૩૦ લાખ 30 હજાર તથા સોનાના દાગીના સહિત 83 લાખ 85 હજાર રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જોકે, નિયમ અનુસાર સમય મર્યાદામાં ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુમાં વધુ દિવસ સુધીના રિમાન્ડની પોલીસ દ્વારા માર્ગ કરવામાં આવશે, ત્યારે હાલ તો નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યા કરી લૂંટ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યા કરી લૂંટ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#Sabarkantha #father-in-law #daughter-in-law #arrested #mother-in-law #accused #murdered #retired policeman
Here are a few more articles:
Read the Next Article