Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિંમતનગરમાં ખાડામાં પટકાતા મોપેડ ચાલકનું નિપજયુ મોત,પોલીસે શરૂ કરી તપાસ

ખાડામાં એક્ટીવા પટકાતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેવાના કારણે એકટીવાચાલક ભીખાભાઇ કોરદભાઇ પ્રજાપતિ રસ્તા ઉપર પટકાયા હતા

સાબરકાંઠા: હિંમતનગરમાં ખાડામાં પટકાતા મોપેડ ચાલકનું નિપજયુ મોત,પોલીસે શરૂ કરી તપાસ
X

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરની વસંત વિહાર સોસાયટી નજીક ખાડામાં એક્ટીવા પટકાતા એક્ટીવાચાલકનુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં વસંત વિહાર સોસાયટી નજીક રોડ ઉપરના ખાડાએ વધુ એક એક્ટીવા ચાલકનો ભોગ લીધો છે. શામળાજીથી હિંમતનગર એક્ટીવા લઇને આવી રહેલા ચાલકની એક્ટીવા ખાડામાં પટકાતા ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જેના કારણે તેનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. અકસ્માતના બનાવના કારણે સ્થાનિક લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે અને સત્વરે રોડ ઉપરના ખાડા તંત્ર દ્વારા પુરવામાં આવે તેવી માગ કરી હતી.આ અંગેની વિગત એવી છે કે, ભિલોડા તાલુકાના શામળાજી ખાતે આવેલી બહેચરપુરા કોલોનીમાં રહેતા ભીખાભાઇ કોદરભાઇ પ્રજાપતિ પોતાનુ એક્ટીવા લઇને શામળાજીથી હિંમતનગર તરફ સવારે આવી રહ્યા હતા.

તે દરમિયાન સહકારી જીન વિસ્તારમાં આવેલી વસંત વિહાર સોસાયટી નજીકના રસ્તા ઉપરના ખાડામાં એક્ટીવા પટકાતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેવાના કારણે એકટીવાચાલક ભીખાભાઇ કોરદભાઇ પ્રજાપતિ રસ્તા ઉપર પટકાયા હતા. જેના કારણે તેમણે માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.અકસ્માતની આ ઘટના દરમિયાન તેમનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. ઘટનાના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને હિંમતનગર એ ડિવીઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઇ પંચનામુ કરી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હિંમતનગરના સહકારી જીન રોડ વિસ્તારમાં રસ્તા ઉપર ઠેરઠેર મોટા ગાબડા પડી જતા વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. રસ્તા ઉપરના ગાબડાના કારણે અકસ્માત સર્જાય છે અને જેમાં નિર્દોષ વાહનચાલકોના મોત થઇ રહ્યા છે

Next Story