સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલા પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં અશાંતધારા કાયદો લાગુ હોવા છતાં વિસ્તારનાં લોકો મિલકત વેચીને બીજી જગ્યાએ સ્થળાંતર થઈ રહ્યા છે. વિસ્તારના સ્થાનિક લોકોએ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો એકઠા થઈને ટાવર ચોક ખાતે રામ ધૂમ અને હનુમાન ચાલીસાનું ગાન કરવામાં આવ્યું હતું
સાબરકાંઠાના હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં હિન્દુઓની વસ્તી દિવસેને દિવસે ઘટી રહી છે. અલકાપુરીમાં પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં પહેલા હિન્દુઓની વસ્તીમાં વધારો હતો પરંતુ અત્યારે હાલ ૩૦ ટકા જેટલી રહી છે.તો બીજી તરફ લઘુમતી સમાજની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇને આશંતધારા કાયદો લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ કેટલાક લોકો પોતાની મિલકત લઘુમતી સમાજના લોકોને વેચીને બીજી જગ્યાએ સ્થળાંતર થઈ રહ્યા છે.પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં પહેલા કાશ્મીર જેવી પરિસ્થિતિ ઉભી ના થાય તેવા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા ત્યાર બાદ સાંજે ટાવર ચોક પાસે પોલો ગ્રાઉન્ડ વિસ્તારનાં લોકો અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો એકઠા થઈને સરકારનો આભાર માન્યો હતો કે અશાંત ધારા કાયદાની મુદત ૨૦૨૭ સુધી કરવાને લઈને આભાર વ્યક્ત કર્યો હતો. જેને લઇને અશાંત ધારા કાયદો લાગુ હોવા છતા મિલકતોનું વેચાણ થયું છે.અશાંતધારા કાયદાનો કડક અમલ કરવામાં આવે એવી સ્થાનિક આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે