Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગર ગાંભોઈના પુનાસણ ગામે શ્રવણ સુખધામ સંસ્થા દ્વારા દિવાળી પર્વે નિ:શુલ્ક માટીના કોડિયાનું વિતરણ..

ઊંડાણના પછાત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની ઝુપડપટ્ટીના વિસ્તારોમાં વસતા આર્થિક રીતે નાના પરિવારોના ઘરોમાં નિ:શુલ્ક માટીના કોડિયાની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈ પંથકના પુનાસણ ગામે શ્રવણ સુખધામ સંસ્થા દ્વારા સાબરકાંઠા જિલ્લાના ઊંડાણના પછાત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની ઝુપડપટ્ટીના વિસ્તારોમાં વસતા આર્થિક રીતે નાના પરિવારોના ઘરોમાં નિ:શુલ્ક માટીના કોડિયાની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પવિત્ર પર્વ પર ગ્રામ્ય અને શહેરના તમામ લોકો આ તહેવારની ઉજવણી કરી શકે તેવા શુભ આશય સાથે હિંમતનગર તાલુકાના ગાંભોઈ પંથકના પુનાસણ ગામે શ્રવણ સુખધામ સંસ્થાના આદ્ય સ્થાપક અને કુંભાર રત્ન એવોર્ડ વિજેતા શ્રીમતી ઇન્દુબેન એસ. પ્રજાપતિ દ્વારા નિ:શુલ્ક માટીના કોડિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના ઊંડાણના પછાત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની ઝુપડપટ્ટીના પરાવિસ્તારોમાં વસતા આર્થિક રીતે નાના પરિવારોના ઘરોમાં દિવાળી પર્વે દીપ પ્રગટાવી ઉત્સવને માણી શકે તે માટે 6 નંગ માટીના કોડિયા, કપાસની દિવેટ, તેલ-ઘીનું પાઉચ અને માચીસ વગેરે સામગ્રી સહિતની કીટો બનાવી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. બ્રહ્માણી માતાજી મંદિર કામલી ગામથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રવણ સુખધામ સંસ્થાએ કરેલ આ પહેલને સૌ જનતા બિરદાવે છે. છેલ્લા 2 વર્ષથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રામ્ય અને શહેરની આમ જનતા, વેપારી વર્ગ તેમજ વિવિધ સમાજના લોકો પણ સહભાગી બની રહ્યા છે.

Next Story