Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિમતનગરમાં એક સાથે 8000 દીવડાઓ પ્રગટાવી દિવાળીની ઉજવણી,રામ મંદિરનું ચિત્ર દોરવામાં આવ્યુ

આજથી દિવાળીના પર્વનો પ્રારંભ થયો છે ત્યારે હિમતનગરમાં એક સ્કુલમાં વાલીઓ, વિધાર્થીઓ અને શિક્ષકોએ એક જગ્યાએ 8000 દીવડાઓ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરી હતી.

X

આજથી દિવાળીના પર્વનો પ્રારંભ થયો છે ત્યારે હિમતનગરમાં એક સ્કુલમાં વાલીઓ, વિધાર્થીઓ અને શિક્ષકોએ એક જગ્યાએ 8000 દીવડાઓ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરી હતી.

સાબરકાંઠાના હિમતનગરના ગાયત્રી મંદિર પાસે આવેલ ગ્લોરીયસ સ્કુલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના પર્વના પ્રારંભ પૂર્વે રાત્રે સ્કુલના મેદાનમાં શિક્ષકો, વિધાર્થીઓ અને વાલીઓ સાથે એક જગ્યા પર 8000 દીવડા પ્રગટાવી ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી હતી. દર વર્ષની જેમાં આ વર્ષે પણ દિવાળીના ઉજવણીના આયોજનમાં ચાર દિવસથી સ્કુલના શિક્ષકો વિધાર્થીઓ એક સાથે મળીને સ્કુલના મેદાનમાં પ્રથમ ચોક વડે રામ મંદિર, સરસ્વતી દેવી, ભગવાન શ્રીરામ, શંખ અને સ્વસ્તિકના ચિત્રો દોરવામાં આવ્યા હતા ત્યારબાદ સૌ સાથે મળીને કોડિયામાં રૂની દિવેટ અને 45 લીટર તેલ વડે દીવડાને ગોઠવવામાં આવ્યા હતા

Next Story