Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: માવઠાના કારણે પ્રાંતિજમાં ફ્લાવરની ખેતી કરતા ખેડુતોને ફટકો, વરસાદના પાણીથી પાકના ભાવ ધોવાયા !

જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં કમોસમી વરસાદ પડતા ફ્લાવર પકવતા ખેડુતો સહિત અન્ય ખેતી કરતા ખેડુતો ની હાલત કફોડી બની છે.

X

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં કમોસમી વરસાદ પડતા ફ્લાવર પકવતા ખેડુતો સહિત અન્ય ખેતી કરતા ખેડુતો ની હાલત કફોડી બની છે.

સાબરકાંઠાના પ્રાંતિજ સહિત તાલુકામા મુખ્યત્વે ખેતીમા ફ્લાવર -કોબીજની ખેતી થતી હોય છે તો મોસમ વિભાગની આગાહીને લઈને શનિવારના બપોર બાદ વાતાવરણમા અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે ફ્લાવરની ખેતી સહિત રાયડો , ધઉ , કપાસ , વરીયાલી સહિતના પાકો ઉપર કમોસમી પાણી પડતા ખેડુતને ખેતીમા મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તો હાલતો તૈયાર થયેલ ફ્લાવર અને ભાવ પણ હોય પણ કમોસમી વરસાદ નો સ્પે નો છંટાવ થતા તથા બીજી બાજુ મહાશિવરાત્રી નજીક આવતી હોય જેને લઈને ફ્લાવરનો ભાવ ગગડયો હતો. શનિવારના દિવસે કમોસમી વરસાદ પહેલા ફ્લાવરનો હોલસેલ ભાવ ૨૦ કિલોના ૩૪૦ એટલે કે ૧ કિલો ના ૧૭ રૂપિયા ભાવ હતો તે રવિવાર ના ૨૦કિલોના ૧૨૦ રૂપિયા ભાવ એટલે કે ૧ કિલોના ૬ રૂપિયા ભાવ થઈ ગયો જેના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે અને મોટું આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

Next Story