Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: ખાનગી કંપનીના કર્મચારીઓને માર્ગ પરથી મળ્યા રૂ.2.50 લાખ, મૂળ માલિકને પરત કરી માનવતાની મહેક પ્રસરાવી

સાબરકાંઠા જિલ્લાનાં વડાલી તાલુકાના શ્યામનગર ચોકડી નજીકથી પસાર થતાં CMS કંપનીના કર્મચારીઓને રોડ પર ચોપડાની થેલી પડેલી નજરે પડી હતી

X

સાબરકાંઠાના વડાલી તાલુકામાં અઢી લાખની રકમ માર્ગ પર પડી ગયા બાદ ખાનગી કંપનીના કર્મચારીઓને મળતા તેઓએ તમામ રકમ મૂળ માલિકને પરત કરી માનવતાની મહેક પ્રસરાવી હતી

સાબરકાંઠા જિલ્લાનાં વડાલી તાલુકાના શ્યામનગર ચોકડી નજીકથી પસાર થતાં CMS કંપનીના કર્મચારીઓને રોડ પર ચોપડાની થેલી પડેલી નજરે પડી હતી થેલી પડેલી જોઈ ડ્રાઈવરે ગાડી રોકી તેની તપાસ કરતા ચોપડા સાથે રૂપિયા અઢી લાખ મળી આવ્યા હતા લાખોની રોકડ રકમ મળી આવતાં કર્મચારીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું જોકે ચોપડાની સાથે રહેલ રોકડ રકમ મૂળ માલિક સુધી પહોચાડવા થેલીમાંથી ચોપડામાં મિત્રનો મોબાઈલ નંબર મળી આવ્યો હતો જે નંબર પર CMS કંપનીના કર્મચારીઓએ સંપર્ક કરી તેનાં મૂળ માલિક સુધી પહોંચતા માલિક વડાલી ખાતેની અક્ષર જીનમાં કામ કરતા હરેશભાઈ પટેલનાં હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે જીનમાં કામ કરતા હરેશભાઈ પટેલે પોતાની રકમની આવક જાવક તેમજ ખોવાઈ ગયેલ થેલીમાં રહેલ સામાનની નિશાની બતાવતા કર્મચારીઓએ મળેલી લાખોની રોકડ રકમ મૂળ માલિક સુધી પહોંચાડી હતી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આ કળયુગમાં બતાવ્યું છે.

Next Story