સાબરકાંઠા: વન્ય પ્રાણીઓની ગણતરીમાં દીપડાની સંખ્યા 20 ટકા વધી હોવાનો અંદાજ

૨૦૧૬ માં કુલ ૪૧૩ જેટલા વન્ય પ્રાણીઓ નોધાયા હતા જયારે ૨૦૨૨ માં હાથ ધરાયેલ ગણતરીમાં ૭૧૪ વન્ય પ્રાણીઓ નોધાયા છે.

New Update
સાબરકાંઠા: વન્ય પ્રાણીઓની ગણતરીમાં દીપડાની સંખ્યા 20 ટકા વધી હોવાનો અંદાજ

સાબરકાંઠા જીલ્લાનાના જંગલ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં રીંછ -દીપડા સહીત અન્ય વન્ય પ્રાણીઓની સંખ્યા ૨૦૧૬ની સરખામણીએ આ વર્ષે વધી શકે તેમ છે. સાબરકાંઠા જીલ્લામાં આવેલ જંગલ વિસ્તાર અને રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવો જેવા કે રીંછ, દીપડો, ઝરખ, શિયાળ, જંગલીભુંડ, જંગલી બીલાડી, સહિતના વન્ય પ્રાણીઓની દર પાંચ વર્ષે ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે.

નોંધનીય છે કે વન વિભાગના સુત્રો દ્રારા મળેલી માહિતી પ્રમાણે ૨૦૧૬ માં હાથ ધરાયેલ ગણતરીમાં ૧૮ રીંછ, ૧૦ દીપડા સહીત અન્ય ૩૮૫ વન્ય પ્રાણીઓ નોધાયા હતા. તો ગત સાલે રીંછની ગણતરી હાથ ધરવામાં આવી હતી જે હાથ ધરાયેલ ગણતરીમાં ૩૦ રીંછ, ૨૬ દીપડા સહીત ૭૧૪ અન્ય વન્ય પ્રાણીઓ નોધાયા હતા.

એટલે કે ૨૦૧૬ માં કુલ ૪૧૩ જેટલા વન્ય પ્રાણીઓ નોધાયા હતા જયારે ૨૦૨૨ માં હાથ ધરાયેલ ગણતરીમાં ૭૧૪ વન્ય પ્રાણીઓ નોધાયા છે. ચાલુ સાલે વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી તે પ્રમાણે વન્ય પ્રાણીઓનો સંખ્યામાં વધારો થાય તેમ છે. અને જેને લઈ મોડી રાતથી વહેલી સવાર સુધી ગણતરી હાથ ધરાય છે.

Latest Stories