Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: ખેડૂતોને તરબૂચના ઊંચા ભાવ ન મળતાં ફેંકી દેવા મજબુર,જુઓ ખેડૂતોની શું છે સ્થિતિ

સાબરકાંઠા જીલ્લામાં તરબૂચની ખેતી કરનાર ખેડૂતોની માઠી દશા બેઠી હોય એવુ લાગી રહ્યું છે.

X

સાબરકાંઠા જીલ્લામાં તરબૂચની ખેતી કરનાર ખેડૂતોની માઠી દશા બેઠી હોય એવુ લાગી રહ્યું છે. મહામહેનતે વાવેલા તરબૂચના ભાવ ન મળતા ખેડૂતો તરબૂચ ફેંકી દેવા માટે મજબૂર બન્યા છે

સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે બટાકા અને તરબૂચની ખેતી કરનાર ખેડૂતોની માઠી દશા બેઠી છે. વાતાવરણ માફકસર ન રહેતા બટાકામાં નુકસાન વેઠ્યા બાદ તરબૂચની ખેતીમાં પણ પોષણક્ષમ ભાવ ન મળતાં અને વેપારીઓ ચોક્કસ કેટેગરીના તરબૂચ ખરીદી રહ્યા હોવાથી બાકીના તરબૂચ ફેંકી દેવા ખેડૂતો મજબૂર બની રહ્યા છે. જેનું સીધું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે.ખેડૂતોને ખેતીમાં અવારનવાર નુકસાન આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ અંગે તાલુકા કિસાન સંઘના પ્રમુખ જયંતીપટેલે જણાવ્યું હતું કે ખેડૂતોએ ચાલુ વર્ષે બટાકાનું વાવેતર કર્યું હતું. જેમા કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણથી પાકમાં રોગ આવવાને કારણે દવાઓના ખર્ચ વધી જતાં વાવેતરમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.બટાકાના વાવેતરમાં ખેડૂતોને નુકસાન આવ્યા બાદ ખેડૂતોએ ઉત્સાહભેર તરબૂચનું વાવેતર કરી ચાર પૈસા કમાવવા તરબૂચનું વાવેતર કર્યું જેમાં ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. ઉપરાંત થોડાં ઘણા થયેલ ઉત્પાદનમાં પણ વેપારીઓની સાઠ-ગાંઠને કારણે ભાવ મળતા નથી તેમજ 20 કિલોના 80થી 100 રૂપિયા આપી વેપારીઓ ચોક્કસ કેટેગરીનો જ માલ ખરીદે છે અને 40 ટકાથી વધુ માલ પશુઓને ખવડાવી દેવાની નોબત આવી છે.

Next Story