-
શાકભાજીનાં ગગડતા ભાવે ખેડૂતોની ચિંતા વધારી
-
ઉત્પાદન સામે ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની
-
ફુલાવર,કોબીજના 20 કિલોએ 3 રૂપિયા સુધી મળી રહયા છે ભાવ
-
ટામેટાના ભાવ પણ તળિયે જતા ખેડૂતોને પડતા પર પાટુ
-
શાકભાજીમાં પોષણક્ષમ ભાવ માટે ખેડૂતોએ સરકાર પાસે કરી માંગ
સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીનાં ઉત્પાદન સામે પોષણક્ષમ ભાવના અભાવને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.ફુલાવર,કોબીજ,ટામેટા સહિતની શાકભાજીના ભાવ ગગડતા ધરતીપુત્રોની માઠી અસર બેઠી છે.
સાબરકાંઠા જીલ્લામાં સૌથી વધુ શાકભાજીના પાકનુ વાવેતર થાય છે,અને ફુલાવર,કોબીજ, ટામેટા સહિત અન્ય શાકભાજીનુ વધુ વાવેતર કરવામાં આવે છે. ત્યારે હાલમાં શાકભાજીના પાકમાં મંદી જોવા મળતા ખેડુતોને શાકભાજી લાવવા લઈ જવાનો ખર્ચ પણ નીકળી શકતો નથી. અને હોલસેલ માર્કેટમાં ફુલાવર, કોબીજના ભાવ તળીયે એટલે કે કિલો દીઠ 50 પૈસાથી 3 રૂપિયા મળતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે.
ટામેટા,ફુલાવર અને કોબીજનાં ભાવ અચાનક તળીયે બેસી ગયા છે.તો ઉત્પાદન વધી જતા ભાવની પરિસ્થિતિ સર્જાઈ છે.આમ તો શાકભાજી જીવન જરૂરિયાતની વસ્તુ છે અને જેના કારણે ખેડુતો શાકભાજીનુ વાવેતર કરી રહ્યા છે,પરંતુ શાકભાજીની વાત કરીએ તો હાલ 50 પૈસાથી લઈને 3 રૂપિયા ફુલાવર, કોબીજ અને ટામેટાના મળી રહ્યા છે.
ખેડૂતોને ફુલાવર પાછળ એક વીઘા દીઠ 30 થી 35 હજાર ખર્ચ થાય છે. જ્યારે ટામેટામાં તો માંડવો તૈયાર કરવો, દવા બિયારણ સહિત મજૂરી ખર્ચ થાય છે.હાલ ભાવમાં અચાનક જ મંદી આવી જતા હોલસેલ માર્કેટ યાર્ડમાં પણ શાકભાજીનો ભરાવો થઈ ગયો છે. ખેડુતોની માંગ ઉઠી છે કે સરકાર ભાવ મામલે યોગ્ય પગલાં ભરે તો ખેડૂતોને આર્થિક નુકસાનીથી રક્ષણ મળી શકે.