Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પાછોતરો વરસાદ વરસતા ખેતી-પાકોમાં નુકસાન જવાની ભીતિ, ખેડૂતો બન્યા ચિંતિત...

ખેડૂતોએ મગફળી અને કપાસનું કર્યું હતું મબલખ વાવેતર, પાછોતરા વરસાદે ખેડૂતોના ઊભા પાકનો દાટ વાળી દીધો

સાબરકાંઠા : પાછોતરો વરસાદ વરસતા ખેતી-પાકોમાં નુકસાન જવાની ભીતિ, ખેડૂતો બન્યા ચિંતિત...
X

સાબરકાંઠા જિલ્લામાં ગત રોજ વરસેલા પાછોતરા વરસાદને લઇ ખેતી પાકોમાં નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે. તૈયાર પાકો પર વરસાદી પાણી ફરી વળતાં ખેડૂતોને વધુ એક બોજ સહન કરવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષે ચોમાસા સિઝન દરમિયાન સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું. સમયાંતરે વરસેલા સારા વરસાદને લઈ ખેડૂતોનો પાક પણ સારો ઉત્પાદક આપે તેમ હતો. પરંતુ પાછોતરા વરસાદના કારણે મગફળી અને કપાસ જેવા તૈયાર પાકો પર પાણી ફરી વળ્યું છે. જેને લઇને હાલ તો ફરી એકવાર ખેડૂતોને નુકસાનીનો બોજ સહન કરવાનો વારો આવ્યો છે.

કપાસમાં હાલનો સમય વિણામણનો છે, અને તે જ સમયે વરસાદ વરસતા તૈયાર કપાસ પીળો પડી જશે. એટલું જ નહીં, પાકમાં રોગચારો પણ આવવાની દહેશત છે. તો બીજી તરફ વરસાદના કારણે જમીનમાંથી નીકળેલ મગફળી પણ ભીંજાઈ છે. જેમાં ખેડૂતોને ઘાસચારો પણ હાથમાં આવે એમ નથી. એટલે કે, હવે ઉત્પાદનમાં પણ ઘટાડો થશે અને પાકના ભાવો પણ ઓછા મળશે. જોકે, કુદરતી આફત આવી પડતા હાલ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, ત્યારે હાલ તો, રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય ચૂકવાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Next Story