Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: બે તાલુકામાં ચણાનું સેમ્પલ થયું ફેઈલ, 30 મેટ્રિક ટન ચણાનો જથ્થો પરત મોકલવામાં આવશે

રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની દુકાનો અને મધ્યાહન ભોજન સુધી અનાજ પહોંચાડવામાં આવતું હોય છે

X

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની દુકાનો અને મધ્યાન ભોજન માટે ફાળવવામાં આવતા ચણાની ગુણવત્તા યોગ્ય ના હોવાના કારણે હિંમતનગર અને વડાલી તાલુકાના ગોડાઉન ઉપર આવી પહોંચેલ જથ્થાનું સેમ્પલ ફેલ થયુ હતુ.

રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની દુકાનો અને મધ્યાહન ભોજન સુધી અનાજ પહોંચાડવામાં આવતું હોય છે જેમાં અલગ અલગ પ્રકારના અનાજ અને કઠોળ વિતરણ કરવામાં આવતા હોય છે જેમાં હિંમતનગર અને વડાલી ખાતે ગોડાઉન પર આવી પહોંચેલ ચણાનો જથ્થો યોગ્ય ગુણવત્તા ન હોવાના કારણે સેમ્પલ રિજેક્ટ થયું હતું. ત્યારબાદ જથ્થો રિપ્લેસ કરવા માટેની પ્રોસેસ કરવામાં આવી હતી. હિંમતનગર તાલુકામાં 30 મેટ્રિક ટન જથ્થો અને વડાલીમાં 20 મેટ્રિક ટન જથ્થો રિપ્લેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે હિંમતનગર ખાતે 30 ટન જથ્થો નવીન ગુણવત્તા યુક્ત આવી ચૂક્યો છે અને જેનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે જોકે હાલ તો રિજેક્ટ થયેલો ચણાનો જથ્થો ગોડાઉન પર યથાર્થ સ્થિત રાખવામાં આવ્યો છે

Next Story