Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિંમતનગરના ગાયનેક ડોકટર ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાયા,પોલીસે શરૂ કરી તપાસ

જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે અનેક ગાયનેક હોસ્પિટલ કાર્યરત છે પરંતુ કેટલાક ગાયનેક ડોકટર દ્વારા ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોય છે

X

હિંમતનગર શહેરની યશદીપ ગાયનેક હોસ્પિટલના બે તબીબ ગર્ભ પરીક્ષણ કરતા રાજસ્થાનની પીસી એન્ડ પીએનડીટી ટિમ દ્વારા રેઇડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી જોકે રાજસ્થાન ટિમ દ્વારા બીડીવીઝન પોલીસ મથેકે ડોક્ટરની પૂછપરછ દરમિયાન તબિયત લથડતા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે અનેક ગાયનેક હોસ્પિટલ કાર્યરત છે પરંતુ કેટલાક ગાયનેક ડોકટર દ્વારા ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોય છે ત્યારે રાજસ્થાન રાજ્યની પીસી એન્ડ પીએનડિટી ટિમને જાણ થતા તપાસમાં હતા દરમિયાન દલાલ મારફતે આવેલ મહિલા ગર્ભ પરીક્ષણ કરાવતી હતી એ દરમિયાન ટીમના અધિકારીઓ હોસ્પિટલ પહોંચી રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા જોકે ૪૦ હજાર રૂપિયામાં ગર્ભ પરીક્ષણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેમાંથી ૧૦ હજાર રૂપિયા રાજસ્થાન પીસી એન્ડ પીએનડિટી ટીમના અધિકારી દ્વારા રિકવર કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલના બે તબીબને તપાસ અર્થે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. પરંતુ પૂછપરછ દરમિયાન ડૉક્ટર મહેન્દ્ર સોનીને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા એમ્બ્યુલન્સ મારફતે તેઓને ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ રાજસ્થાન પીસી એન્ડ પીએનડિટી ટીમના અધિકારી પૈકીના એક અધિકારી એમ્બ્યુલન્સ સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા જોકે સારવાર બાદ રાજસ્થાન પીસી એન્ડ પીએનડિટી ટિમ દ્વારા બંને ડોકટરની ધરપકડ કરવામાં આવશે.

Next Story