સાબરકાંઠા: હિંમતનગરમાં કલેકટર કચેરીમાં વોટર કુલરની આજુબાજુ ગંદકીના ઢગ,લોકોને પડી રહી છે હાલાકી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે વોટર કુલરની આજુબાજુ ગંદકીના ઢગ જોવા મળ્યા હતા

New Update
સાબરકાંઠા: હિંમતનગરમાં કલેકટર કચેરીમાં વોટર કુલરની આજુબાજુ ગંદકીના ઢગ,લોકોને પડી રહી છે હાલાકી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે વોટર કુલરની આજુબાજુ ગંદકીના ઢગ જોવા મળ્યા હતા. જિલ્લા કલેકટર ની કચેરીમાં મોટા પ્રમાણમાં અરજદારો કામ અર્થે આવે છે. ત્યારે કચેરીમાં પાણીના કૂલર માં નળ નથી કે પાણી નથી તેવી પરિસ્થિતિ છે.

Advertisment

હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે લોકોને પાણીની જરૂરિયાત હોય છે જોકે હિંમતનગર શહેરમાં જિલ્લા કલેકટર કચેરીમાં વિવિધ કામ અર્થે અરજદારો મોટી સંખ્યામાં આવતા હોય છે. દિવસ દરમિયાન પાણી પીએ તો ક્યાં પીએ તે મોટો પ્રશ્ન બન્યો છે ત્યારે કચેરીમાં વોટર કૂલર શોભાના ગાઠિયા સામાન બન્યા છે. વિવિધ ખાતાઓમાં બહાર વોટર કૂલર મૂકવામાં આવ્યા છે પરંતુ તેની જાળવણી કરવામાં આવતી નથી જોકે વોટર કૂલરની સ્વસ્થતા અને પાણીની વ્યવસ્થા કરે તેવી અરજદારોની માંગ ઉઠવા પામી છે. હાલમાં ઉનાળામાં લોકોને તરસ છીપાવવા માટે બહારથી ૨૦ રૂપિયાની બોટલ મંગાવાની ફરજ પડે છે. તો બીજી તરફ અધિકારીઓ માટે બહારથી મિનરલ વોટરના જગ રોજે રોજ મંગાવવા પડે છે ત્યારે અરજદારો ગંદકીમાં રહેલા વોટર કૂલરથી પાણી પીવા માટે મજબૂર બન્યા છે.

Latest Stories