સાબરકાંઠા : હિમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલ્વે લાઇનના કામનો પ્રારંભ, લોકોમાં ભારે ઉત્સાહ છવાયો...

સાબરકાંઠા જીલ્લામાં છેલ્લાં કેટલાક વર્ષોથી બંધ પડેલ હિમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલ્વે લાઇનનું કામ હવે શરૂ કરવામાં આવ્યું છે

New Update
સાબરકાંઠા : હિમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલ્વે લાઇનના કામનો પ્રારંભ, લોકોમાં ભારે ઉત્સાહ છવાયો...

સાબરકાંઠા જીલ્લામાં છેલ્લાં કેટલાક વર્ષોથી બંધ પડેલ હિમતનગર-ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલ્વે લાઇનનું કામ હવે શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ઈડર ખાતે ભાજપના આગેવાનો, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં રેલ્વે લાઈન ફરી શરૂ કરવા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા ખાતે મીટરગેજ રેલ્વે અમદાવાદથી ખેડબ્રહ્મા રૂટ છેલ્લાં કેટલાંક વર્ષોથી બંધ હતો. અમદાવાદથી હિમતનગર થઈ રાજસ્થાન સુધી રેલ્વે લાઈન શરૂ કરવામાં આવી છે, ત્યારે હિંમતનગરથી ખેડબ્રહ્મા રૂટને મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં રૂપાંતર કરવા લાંબો સમય વિત્યો છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષો બાદ હિમતનગર-ખેડબ્રહ્મા મીટર ગેજમાંથી બ્રોડગેજ રેલ્વે શરૂ થવાની મંજૂરી મળી છે. તેમજ રેલ્વે જડપી શરૂ થાય તેણે લઇ તંત્ર દ્વારા સફાઇ કામ શરૂ કરવામાં આવ્યુ છે, જ્યારે ઈડર ખાતે રેલ્વે લાઈન પર ભાજપના આગેવાનો હોદેદારોની હાજરીમાં સફાઈ કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતું, ત્યારે છેલ્લાં કેટલાંક વર્ષોથી બંધ પડેલ રેલ્વે લાઈન અમદાવાદ, હિંમતનગર, ઈડર, વડાલી ખેડબ્રહ્મા તરફ આવતાં મુસાફરોને મુસાફરી દરમિયાન રાહત સમાન રહેશે. તેમજ રેલ્વે લાઈનને મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં રૂપાંતર કરવામાં આવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીલ્લા સાંસદ અને રાજ્યસભાના સાંસદની સતત રજુઆત અને માંગણીના કારણે કેન્દ્ર સરકારે મંજુરી આપી છે. જેમાં 433 કરોડ રૂપિયા મંજુર કર્યા છે, અને 2 વર્ષમાં કામ પુર્ણ થશે તેવુ પણ સાંસદે જણાવ્યુ હતું.

Latest Stories