સાબરકાંઠા: હિંમતનગરમાં બે સગીર વિદ્યાર્થીનીઓની ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકે છેડતી કરી હોવાના આક્ષેપ

સાબરકાંઠાના હિંમતનગરનો બનાવ, બે સગીર વિદ્યાર્થીનીઓની છેડતી.

New Update
સાબરકાંઠા: હિંમતનગરમાં બે સગીર વિદ્યાર્થીનીઓની ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકે છેડતી કરી હોવાના આક્ષેપ
Advertisment

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના એક વિસ્તારમાં બે સગીર વિદ્યાર્થીનીઓની ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકે છેડતી કર્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.

Advertisment

સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસ ચલાવી અનેક બાળકો ડ્રોઈંગ-આર્ટ શિખવા માટે ક્લાસમાં આવતા હતા. આ દરમિયાન વિદ્યાર્થીનીના વાલી ક્લાસ પર પહોંચતા અંદરથી દરવાજો બંધ કરેલી સ્થિતિ હતી અને બાળકી રડતી હતી. ઘટના અંગે હિંમતનગર શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આરોપી શિક્ષક સામે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી.પોલીસે આરોપી ટ્યુશન શિક્ષક સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આરોપી દ્વારા ટ્યુશન ક્લાસમાં આવતી વિદ્યાર્થીનીઓને રુમમાં પુરીને છેડછાડ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. 

ઘટના દરમિયાન સ્થળ પર હોબાળો થતા પોલીસના ચાર જેટલા વાહનો દોડી આવ્યા હતા. બીજી તરફ બાળકીના વાલી સહિત 35 લોકોના ટોળા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી.જ્યારે માતા ક્લાસ પર પહોંતી હતી ત્યારે દરવાજો બંધ હતો અને જ્યાં બાળકી અંદર રડતી હોવાનુ જણાતા વાલીની ચિંતા વધી ગઈ હતી. ઘટનાને પગલે બાળકીના વાલીએ રુમનો દરવાજો ખોલાવીને બાળકીને જોતા બાળકી ખૂબ જ રડવા લાગી હતી અને શિક્ષક ધીરજ લેઉઆએ ડ્રોઈંગ શિખવવાના બહાને કરેલ છેડછાડ અંગે માતાને જાણ કરી હતી.

શિક્ષકની કરતૂતને લઈ પોલીસે તેની સામે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી.