સાબરકાંઠા: હિંમતનગર ખેડુતે હવે સફરજનની સફળ ખેતીની શરૂઆત કરી, ૩૦૦ જેટલા છોડનું વાવેતર કર્યું

જિલ્લો આગામી સમયમાં સફરજનની નિકાસ કરે એવુ કોઇ કહેશે તો તમને નવાઇ લાગશે. હિંમતનગરના ખેડુતે હવે સફરજનની સફળ ખેતીની શરૂઆત કરી છે.

સાબરકાંઠા: હિંમતનગર ખેડુતે હવે સફરજનની સફળ ખેતીની શરૂઆત કરી, ૩૦૦ જેટલા છોડનું વાવેતર કર્યું
New Update

સાબરકાંઠા જિલ્લો આગામી સમયમાં સફરજનની નિકાસ કરે એવુ કોઇ કહેશે તો તમને નવાઇ લાગશે. હિંમતનગરના ખેડુતે હવે સફરજનની સફળ ખેતીની શરૂઆત કરી છે.

પવનમાં લહેરાઇ રહેલા આ ખેતરો સફરજનના ખેતર છે. હિંમતનગર તાલુકાના ચંદ્રપુરા ગામે રહેતા જીતુ પટેલ નામના ખેડૂતે પોતાના ખેતરમાં અઢી વિગા વિસ્તારમાં સફરજનની ખેતી કરી છે.સામાન્ય રીતે સફરજન ઠંડા પ્રદેશમાં થતું હોય છે પરંતુ તેમણે કચ્છમાં સફરજનનું વાવેતર જોયું હતું અને ત્યારબાદ તેમણે પણ હિંમતનગરમાં પોતાના ખેતરમાં સફરજનની ખેતી કરી છે. રોડની બાજુમાં આવેલા તેમના ખેતરમાં તેમણે છેલ્લા બે વર્ષથી સફરજનના ૩૦૦ જેટલા છોડનું વાવેતર કર્યું છે.ટપક સિંચાઈ પદ્ધતિ તેમણે સફરજનની ખેતી કરી રહ્યા છે ત્યારે આ વર્ષે મોટી સંખ્યામાં ફૂલો અને સફરજનના ફળ બેસતા ગામના અન્ય ખેડૂતો પણ હવે સફરજન ની ખેતી કરવાનું વિચારી રહ્યા છે. હાલમાં સફરજનના ફૂલો અને ફળો બેસતા મોટી સંખ્યામાં લોકો તેમની આ ખેતીને જોવા માટે તથા માહિતી મેળવવા માટે આવી રહ્યા છે..ત્યારે જીતુભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતે કાશ્મીરનું ફળ સાબરકાંઠા જિલ્લામાં વાવીને સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને એક નવો રાહ ચિંધ્યો છે.

#Farming #crops #BeyondJustNews #apple cultivation #Sabarkantha #farmers #Himmatnagar #plants #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article