સાબરકાંઠા: હિંમતનગર ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયુ,ક્ષત્રિય સમાજના ભવનના નિર્માણ માટેનું આયોજન

સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજનું સંમેલન હિંમતનગરના ખેડ તસિયા રોડ ઉપર આવેલા એક પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું હતું

New Update
સાબરકાંઠા: હિંમતનગર ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયુ,ક્ષત્રિય સમાજના ભવનના નિર્માણ માટેનું આયોજન

સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજનું સંમેલન હિંમતનગરના ખેડ તસિયા રોડ ઉપર આવેલા એક પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું હતું

સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજનો સંમેલન હિંમતનગરના ખેડ તસિયા રોડ ઉપર આવેલા એક પાર્ટી પ્લોટમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયું હતું. જેમાં સમાજના મોટી સંખ્યામાં અગ્રણીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના નવા ભવનના નિર્માણ માટે દાતાઓએ લાખો રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. સાબરકાંઠા જિલ્લામાં ક્ષત્રિય સમાજ સામાજિક સુધારા, સામાજિક એકતા અને શૈક્ષણિક જાગૃતિ જેવા અનેક કાર્યક્રમો સાથે છેલ્લા ૨૦ વર્ષથી સામાજિક સંગઠનનું ભેદભાવ વિના કામ કરી રહી છે. સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા થોડાક દિવસ અગાઉ હિંમતનગરમાં નવીન કાર્યાલયનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ સમાજ નવા ભવનના નિર્માણ માટે સમાજના લોકો વધુને વધુ દાન આપે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. રામદેવ પાર્ટી પ્લોટમાં સમાજના આગેવાનો દ્વારા સમાજ ભવનના નિર્માણ માટે દાનની જાહેરાત કરવામાં આવતા થોડાક સમયમાં જ દાતાઓએ દાનનીની સરવાણી વહેવડાવી હતી. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ સમાજના સંગઠન માટે કામ કરવા તેમજ કન્યા કેળવણીનો વ્યાપ વધારવા માટે સમાજના આગેવાનોને સૂચન કર્યું હતું. આ પ્રસંગે બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories