New Update
/connect-gujarat/media/post_banners/8acc6959c77587a14e4ffc3f9d2f501e940ad2c3f53df7ea0a6959b790431272.jpg)
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના માથાસુર ગામે આવેલ તળાવમાં છલાંગ લગાવી યુવક- યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના માથાસુર ગામના તળાવમાં ૧૯ વર્ષીય યુવક અને ૧૭ વર્ષીય સગાઈ કરેલ યુવક અને યુવતીએ મોતની છલાંગ લગાવી હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા તળાવ કિનારે એકઠા થઈ ગયા હતા.
ઘટનાની જાણ ઇડર ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના માણસોએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને બન્ને મૃતક યુવક-યુવતીને બહાર કાઢ્યા હતા.મળતી માહિતી મુજબ બન્નેની સામાજિક રીત રિવાજ મુજબ સગાઈ પણ કરવામાં આવેલ હતી પરંતુ કોઈક અગમ્ય કારણસર બન્ને વચ્ચે બોલાચાલી થઈ હોવાના કારણે મોતને વહાલું કર્યું હોવાની લોક ચર્ચાઓ ચાલી રહી છે.જો જો કે સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
Latest Stories