સાબરકાંઠા: બિપરજોય વાવાઝોડાની અસર,ઠેર ઠેર વરસાદ વરસ્યો

જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે બિપરજોય વાવઝોડું ત્રાટક્યા બાદ સાબરકાંઠા જિલ્લામાં રાત્રે છુટા છવાયા વરસાદના ઝાપટા પડ્યા હતા.

New Update
સાબરકાંઠા: બિપરજોય વાવાઝોડાની અસર,ઠેર ઠેર વરસાદ વરસ્યો

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે બિપરજોય વાવઝોડું ત્રાટક્યા બાદ સાબરકાંઠા જિલ્લામાં રાત્રે છુટા છવાયા વરસાદના ઝાપટા પડ્યા હતા.

વાવઝોડું ટકરાયા બાદ રાતથી સાબરકાંઠા જિલ્લામાં છુટા છવાયા વરસાદી ઝાપટા શરુ થયા હતા અને છેલ્લા 24 કલાકમાં આઠમાંથી સાત તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 07 મીમીથી 23 મીમી સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં ઇડરમાં પોણો એક ઇંચ, વિજયનગરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.રાત્રિ દરમિયાન પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા.બીજી તરફ શુક્રવારે ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતાને લઈને આજે સ્કુલોમાં રજા જાહેર કરવામાં આવી છે. તો શિક્ષકોએ ફરજીયાત સ્કુલમાં હાજર રહેવા જણાવ્યું હતું.

Latest Stories