Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગરના ગાંભોઈમાં બાળકીને જમીનમાં દફનાવનારી ઘટનામાં ચોંકાવનારો ખુલાસો,બાળકીની હાલત ગંભીર

સવારે ખેંચ આવતા બાળકીને તાત્કાલિક ધોરણે વેન્ટીલેટર ઉપર મુકવામાં આવી છે. અધુરા માસે જન્મ થયો હોય અને સ્થિતિ જોતા રક્તકણ અને શ્વેતકણો પણ આપવામાં આવ્યા

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાંભોઈ નજીક જમીન બાળકી દાટેલ હાલતમાં મળી આવી હતી ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. નાજુક બાળકીને વેલ્ટીલેટર ઉપર રાખવાની જરૂરિયાત જણાઈ છે. ઉપરાંત નિષ્ણાત ડોક્ટર પણ વડનગર થી બોલાવી લેવામા આવ્યા છે..

સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગરના ગાંભોઈ નજીકથી જમીનમાં દાટેલી અવસ્થામાં મળી આવેલી બાળકીની સ્થિતિ ગંભીર છે. આજે સવારે બાળકીને ઇન્ફેક્શન વધતાં રિપોર્ટ કરાવી નિષ્ણાત તબીબ ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. સવારે ખેંચ આવતા બાળકીને તાત્કાલિક ધોરણે વેન્ટીલેટર ઉપર મુકવામાં આવી છે. અધુરા માસે જન્મ થયો હોય અને સ્થિતિ જોતા રક્તકણ અને શ્વેતકણો પણ આપવામાં આવ્યા છે. નવજાત બાળકી માટે હાલતો નિષ્ણાત અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને વડનગર સિવિલથી બોલાવી લેવામાં આવ્યા છે.

બાળકી માત્ર એક જ કિડની પર જીવન સાથે લડાઈ લડી રહી છે. આ દરમિયાન મગજ સહિત બ્લડમાં પણ ઇન્ફેક્શનની સ્થિતિ સર્જાતા આગામી 72 કલાક સુધી બાળકીની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે. જોકે હિંમતનગર સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ આ મામલે તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હિંમતનગર સિવિલ માં નિષ્ણાત ડોક્ટર ન હોવાથી સરકાર માંથી માંગણી કરાઈ ને વડનગર ખાતેથી નિષ્ણાત ડોક્ટર ને અહિ બોલાવવાની ફરજ પડી છે.

Next Story