સાબરકાંઠા : રાજ્ય બહારથી તરબુચની આવકમાં વધારો થતા ભાવમાં થયો ઘટાડો,ખેડૂતોએ આર્થિક નુકસાનની ચિંતા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખેડૂતોએ તરબૂચના પાકનું  મબલખ ઉત્પાદન કર્યું  છે, જોકે રાજ્ય બહારથી પણ આવતા તરબૂચના પુરવઠાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો સમય આવ્યો છે.

New Update
  • હિંમતનગર માં તરબૂચનું મબલખ ઉત્પાદન

  • રાજ્ય બહારથી પણ તરબુચની થઇ આવક

  • બજાર ભાવમાં ઘટાડાથી ખેડૂતોમાં ચિંતા

  • રોગચાળાથી તરબૂચના પાક પર અસર

  • પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને નુકસાન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખેડૂતોએ તરબૂચના પાકનું  મબલખ ઉત્પાદન કર્યું  છેજોકે રાજ્ય બહારથી પણ આવતા તરબૂચના પુરવઠાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો સમય આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં તરબૂચના ઉત્પાદન સમયે જ બજારમાં ભાવ તળિયે બેસતા ખેડૂતોની ચિંતા વધી છે.એક તરફ રોગચાળાએ તરબૂચના પાકને અસર કરી છે. જંતુનાશક દવાઓ પણ અસરકારક સાબિત થઈ નથી. પરિણામે ઉત્પાદન પર ફટકો પડવાની દહેશત છે. હાલ બજારમાં તરબૂચનો જથ્થાબંધ ભાવ એક કિલો રૂપિયા 10 થી 12 છે. ગત વર્ષે આ ભાવ રૂપિયા 20 થી 25 હતો. જિલ્લામાં કુલ 665 હેક્ટરમાં તરબૂચનું વાવેતર થયું છે. પરંતુ બજાર ભાવ ઘટતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ છે. ગયા વર્ષે ઉનાળાની શરૂઆતમાં જથ્થાબંધ બજારમાં તરબૂચનો ભાવ એક કિલો રૂપિયા 20 થી 25 હતો. આ વર્ષે ઉત્પાદન સમયે જ ભાવ ઘટીને રૂપિયા 10 થી 12 થઈ ગયો છે.ખેડૂતોના ખર્ચ સામે આવક ઓછી રહેતા મુશ્કેલી વધી છે. બિયારણદવાખાતર અને મજૂરી સહિત વીઘા દીઠ રૂપિયા 25 થી 30 હજારનો ખર્ચ થાય છે. પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને નુકસાનનો ફટકો પડ્યો છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી તરબૂચ ગુજરાતમાં વેચાણ માટે આવી રહ્યું છે. પરિણામે સ્થાનિક બજારમાં ભાવ વધુ ઘટી રહ્યા છે.

Latest Stories