/connect-gujarat/media/post_banners/b0641121ab80a4bbaf57ec1b5f2507ca34981b9ecd3b2780b6def2bf517fddd3.jpg)
સાબરકાંઠા પ્રાંતિજ દુષિત અને દુર્ગંધ યુક્ત પાણી મળવાને લઈને મહિલાઓ પાલિકામા દોડી આવી હતી. અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઇ નિરાકરણ કરવામાં આવતું નથી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નાનીભાગોળ અંબાજી માતાના મંદિર પાછળ આવેલા વિસ્તારમા પીવાનુ પાણી દુષિત-દુર્ગંધ યુક્ત આવતા અનેક વાર રજુઆતો બાદ પણ નિકાલ ના આવતા આ વિસ્તાર ની મહિલાઓ પાલિકામા દોડી ગઈ હતી. છેલ્લા એક મહિના થી નગરપાલિકા દ્રારા આપવામા આવતુ પીવાના પાણીમા કબૂતરના પીછા માસના ટુકડાઓ તથા દુષિત અને દુર્ગંધ યુક્ત પીવાનુ પાણી મળી રહેતા આ વિસ્તારના રહીશોએ અનેક વાર પાલિકામા રજુઆતો કરવા છતાંય તંત્ર દ્રારા કોઇ કાર્યવાહીના કરતા આખરે આ વિસ્તારની મહિલાઓ પ્રાંતિજ પાલિકા ખાતે દોડી આવી હતી અને પાણી બાબતે પ્રાંતિજના મહિલા ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડ ને રજુઆત કરી હતી. તો હાલ તો કબૂતરના પીછા, માસના ટુકડાઓ તથા દુર્ગંધ યુક્ત પીવાનુ પાણી મળી રહેતા આ વિસ્તાર મા રોગચાળાની પણ ભીતી રહીશો ને સતાવે છે, ત્યારે હાલતો તંત્ર દ્રારા કાર્યવાહી કરવાની ખાતરી આપતા મહિલાઓ પાલિકામાંથી પરત ફરી હતી તો મહિલાઓએ જણાવ્યુ હતુ કે જો બે દિવસમા પાણીનો નિકાલ નહી આવે તો પાણીને લઈને ઉપર મુખ્યમંત્રી સુધી રજુઆતો કરવા જણાવ્યુ હતુ ત્યારે હવે જોવુ એ રહ્યુ કે પાલિકા દ્રારા કાર્યવાહી હાથ ધરવામા આવશે કે પછી હોતા હે ચલતા હે ચલ ને દો જેવી સ્થિતિ જોવા મળશે એ તો હવે આવનાર દિવસોમા જ ખબર પડશે