/connect-gujarat/media/post_banners/6ab4e1b1b5f82b4e165d2932d0a822b04462a8792fe9f7f691633e91d3cdfa21.jpg)
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ પરંપરા- ભારતીય સંસ્કૃતિ આજે ગામડાઓમાં અંકબંધ છે અને દિવાળીના પર્વોમાં મશાલના પ્રતિકરૂપે પ્રકાશ પ્રસરાવવાની ગ્રામિણ પરંપરા સોનો સાથ સૌનો વિકાસએ મંત્ર સાથે યથાવત છે.
નાના બાળકો અને કિશોરો મશાલના સ્વરૂપે શેરડીના સાઠામાં માટીના કંપથી અને શ્રીફળની કાસલીથી બનાવેલી મશાલ જયોત બનાવી ધરે-ધરે થી તેલ પુરાવાની અર્થાત સહયોગ માગવાની એક અનોખી શૈલી નિર્માણ થઇ છે.ગ્રામીણ સંસ્કૃતિના સીધા દર્શન આજે પણ પ્રાંતિજ સહિત તાલુકાઓમાં ગ્રામિણ વિસ્તારની પરંપરાઓનું પ્રતિબિંબ પાડે છે.તો પ્રાંતિજ તપોધન ફડી ખાતે નાનાં ભુલકાઓ હાથમાં મશાલ લઈને પરિવારના સભ્યો સાથે નિકળ્યા હતા તો સોસાયટીઓમાં પણ હજુ પરમપરા જળવાઇ રહી હોય તેમ પ્રાંતિજ હરીઓમ પાર્ક સોસાયટીના રહીશો પણ ભૂલકાઓ સાથે હાથમાં મસાલ લઇને નિકળ્યા હતાં અને સોસાયટીમાં ધરે ધરે ગયા હતા