Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં વરસ્યો વરસાદ, સાબરડેરીમાં ભરાયાં પાણી..

ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે વહેલી સવારથી સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદ શરૂ થયો હતો

X

સાબરકાંઠા જિલ્લામાં સોમવારે સવારથી સર્વત્ર ધીમીધારે વરસાદ વરસતા છેલ્લા 24 કલાકમાં 1 ઇંચથી સવા 8 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેને લઈ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે વહેલી સવારથી સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર વરસાદ શરૂ થયો હતો ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સૌથી વધુ તલોદમાં સવા 6 ઇંચ તો પ્રાંતિજમાં 5 અને હિંમતનગરમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને લઈને ભાખરિયા વિસ્તારમાં અને એપ્રોચ રોડ પર પાણી ભરાયા હતા. જોકે વરસાદ બંધ થતા પાણી ઓસરી ગયા હતા. જ્યારે અનેક ખેતરો પણ પાણીમાં તરબોળ થઈ ગયા હતા. હિંમતનગરમાં ધોધમાર વરસાદ વરસતા ટાવર ચોક, ખેડ તસીયા રોડ, સબજેલ , ન્યાય મંદિર વિસ્તાર, નાગરિક બેંક સહિત વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લાના હાથમતી જળાશયમાં 1980 ક્યુસેક પાણીની આવક, હરણાવ જળાશયમાં 440 ક્યુસેક પાણીની આવક અને જવાનપુરા બેરેજમાં 3600 ક્યુસેક પાણીની આવક થઈ હતી.

Next Story