/connect-gujarat/media/post_banners/4685ea7896679c9f060eee5394d2db1a2ce96d668feb156fe4f7e8d183c1fad1.jpg)
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ લાલદરવાજા વિસ્તારમાં ગંદકીના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સાબરકાંઠાના પ્રાંતિજના કેટલાય વિસ્તારોમા ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે જેમા પ્રાંતિજ લાલદરવાજા ખાતે પણ ગંદકીનૉ ઢગ જોવા મળી રહ્યા છે અને ગંદકીને લઈને આજુબાજુમા રહેતા દુકાન માલિકો તથા રહીશો સહિત ત્યાંથી રોજીદુ અવરજવર કરતા લોકોના નાકના ટેડવા પણ ચઢી જાય છે અને ગંદકીને લઈને રહીશોમાં રોગચાળાની ભીતી જોવા મળી રહી છે તો આ વિસ્તારમા છેલ્લા ત્રણ દિવસથી કોઇ કચરો લેવા પણ ના આવતુ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે..