/connect-gujarat/media/post_banners/750e17c863cd2aa63ff4ba35536f325c437e2364d14d23ab53b2684d87dda646.jpg)
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વિવિધ વિસ્તારમાં સીસી રોડનું લોકાર્પણ અને ખાતમુર્હુત ધારાસભ્ય વી.ડી.ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિકાસના કામો થઈ રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા મળે તે માટે વિવિધ વિસ્તારોમાં સીસી રોડનું હિંમતનગરના ધારાસભ્યના હસ્તે લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.પાલિકા દ્વારા 5.54 કરોડના ખર્ચે બનેલા ત્રણ ટીપી રોડનું લોકાર્પણ અને 3.33 કરોડના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવ્યા છે.શહેરના મધ્યમાં આવેલી કેનલ ફ્રન્ટ ઉપર સાયકલિંગ રાઇડિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા