Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : આંતરરાજ્ય બગોલી ગેંગના 4 સાગરીતોની LCB પોલીસે કરી ધરપકડ

બગોલી ગેંગના 4 સાગરીતોને પોલીસે દબોચી લીધા, વિવિધ રાજ્યમાં ધાડ, ઘરફોડ ચોરીને આપ્યો અંજામ.

X

ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક સહિતના વિવિધ રાજ્યમાં ધાડ, ઘરફોડ ચોરી કરી આતંક મચાવતી મધ્યપ્રદેશના ધાર જીલ્લાની આંતરરાજ્ય બગોલી ગેંગના ૪ સાગરીતોને સાબરકાંઠા પોલીસે દબોચી લીધા છે. ગુજરાતના પંચમહાલ, સુરત ગ્રામ્ય, વલસાડ, મોરબી, જૂનાગઢ, જામનગર તેમજ સાબરકાંઠા જીલ્લાઓની મળી કુલ ૧૨ ઘરફોડ ચોરીઓનો ઇ-ગુજકોપથી સર્ચ કરી ભેદ ઉકેલી સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશની ધાર જીલ્લાની બગોલી ગામની કોઇ એક ગેંગ ચોરીના ગુન્હાઓને અંજામ આપે છે અને ગુજરાત રાજ્ય તથા મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક વિગેરે રાજ્યમાં આવી M.O.થી ચોરીઓ કરવામા આવેલ છે, જે ચોરીઓમાંથી એક ચોરી હિંમતનગર એ' ડીવીઝન પો.સ્ટે.ના મહાકાળી મંદીર વિસ્તારમાં આવેલ સોના-ચાંદીની દુકાનમાં પણ આ જ ગેંગે ચોરી કરેલાનું સ્પષ્ટ જણાયું હતું.

જે બાબતે પોલીસ અધિક્ષકએ અંગત રસ લઇ આ ગેંગને ટ્રેસ કરી કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું, ત્યારે મધ્યપ્રદેશના ભારત અનારે, કલમ અજનાર, રણસિંહ મેડા અને છગન મેડાને ઝડપી લેવામાં આવ્યા છે. તો સાથે જ ચારેય આરોપીઓએ ગુજરાતના અન્ય જીલ્લાઓ જેમા પંચમહાલ, સુરત ગ્રામ્ય, વલસાડ, મોરબી, જામનગર અને જુનાગઢ જીલ્લાઓમાં પણ ચોરીના બનાવોને અંજામ આપેલ હોવાની કબુલાત કરી હતી.

જોકે પોલીસ દ્વારા પોકેટકોપ તથા ઇ-ગુજકોપથી સર્ચ કરી ગુન્હાઓની ખરાઇ કરેલ છે. આ ઉપરાંત ગેંગના અન્ય સભ્યો ચોરીના ગુન્હામાં મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાની જેલ તથા આંધ્રપ્રદેશના કડપ્પા જીલ્લાની જેલમાં હોવાનું જાણ ગિરફ્તમાં આવેલા આરોપીએ જણાવ્યુ હતું.

Next Story