Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : લીમલા ખાતે કોબીજ પકવતા ખેડૂતોને આવ્યો રાતા પાણીએ રોવાનો વારો

નામધારી કોબીજનું બિયારણ નીકળ્યું ભેળસેળયુક્ત, ખાતર અને મજુરી સહિતનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો.

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના લીમલા ગામના કોબીજ પકવતા ખેડૂતોએ નામધારી NS196 કોબીજનું બિયારણ ભેળસેળયુક્ત હોવાનો આક્ષેપ કર્યો છે. આ બિયારણના કારણે ખેતી, પાણી, દવા અને ખાતર સહિતનો ખર્ચ માથે પડતા હાલ તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, ત્યારે સમગ્ર મામલે ગ્રાહક હિત સુરક્ષા મંડળ દ્વારા ખેડૂતોને ન્યાય મળે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાને શાકભાજીનું હબ માનવામાં આવે છે. અહી મુખ્યત્વે શાકભાજીમાં કોબીજ અને ફ્લાવરનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે, ત્યારે લીમલા ગામના અનેક ખેડૂતો દ્વારા પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ એગ્રોસ્ટારમાંથી નામધારી NS196 કોબીજનું બિયારણ ખરીદી કરવામાં આવ્યું હતું. જ્યારે ખેતરોમાં ધરૂ નાખવામાં આવ્યો, ત્યારે તેમાં કોબીજનું આ બિયારણ નાખવામાં આવ્યું હતું.

ખાતર અને મજુરી સહિતનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યોજોકે, ખેત ઉત્પાદનને નુકશાન પહોચતા ખેડૂતો દ્વારા જે તે કંપની અને ત્યારબાદ વહીવટી તંત્રમાં પણ આ બિયારણ ભેળસેળયુક્ત હોવાની રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઇ કાર્યવાહી કે, ખેડૂતોને વળતર ન ચુકવાતા મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે ન્યાય મળે તે માટે ખેડૂતો ગ્રાહક હિત મંડળના દ્વારે પહોચ્યા હતા. ગ્રાહક હિત સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોની ફરીયાદ સાંભળ્યા બાદ જરૂરી આધાર પુરાવા એકઠા કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Next Story