સાબરકાંઠા : બટાકાની ખેતી કરતા ખેડૂતોની મહાપંચાયત યોજાઈ,કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં બિયારણથી વેચાણ સુધીની સમસ્યાઓ મુદ્દે બેઠકમાં ચર્ચા

સાબરકાંઠા જિલ્લામાં બટાકાની ખેતી કરતા ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી.કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી ખેડૂતો બટાકાનો પાક વાવેતર કરતા હોય છે,

New Update
  • બટાકાની ખેતી કરતા ખેડૂતોને  મુશ્કેલી 

  • ખેડૂતોની યોજાઈ મહાપંચાયત

  • કોન્ટ્રાક્ટ ફાર્મિગ હેઠળ થાય છે ખેતી

  • ખેડૂતોને કનડગતા પ્રશ્નોની ચર્ચા

  • ખાનગી કંપનીઓથી ખેડૂતો પરેશાન

સાબરકાંઠા જિલ્લામાં બટાકાની ખેતી કરતા ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી.કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી ખેડૂતો બટાકાનો પાક વાવેતર કરતા હોય છે,પરંતુ તેમાં ખેડૂતોને પડતી મુશ્કેલી બાબતે બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લામાં બટાકા પકવતા ખેડૂતો તલોદ તાલુકાના રણાસણ-હિંમતનગર રોડ પર આવેલ ફોજીવાડા ગામ નજીક આવેલ ખાનગી કોલ્ડ સ્ટોરેજમાં મહાપંચાયતોનું આયોજન "બટાકા ખેડૂત ન્યાય સંગઠન"ના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું.જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.જોકે બટાકાના બિયારણની ખરીદીથી લઈ બટાકા ઉત્પાદિત કર્યા બાદ વેચાણ સુધી ખેડૂતોને પડતી મુશ્કેલીઓ બાબતે આ મહાપંચાયતમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી બટાકા પકવતા હોય છે પરંતુ કંપનીઓ દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવતા કોન્ટ્રાક્ટના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરે છે.  આ તમામ સમસ્યાઓના નિકાલ માટે કંપનીઓના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.પરંતુ યોગ્ય નિકાલ ન આવતા ખેડૂતો દ્વારા એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી અને સંગઠન થકી કંપનીઓને રજૂઆત કરી નિરાકરણ લાવવા માટેના પ્રયાસ કરવામાં આવશે.

 એક તરફ રાજ્યમાં બટાકાનું વાવેતર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી દિવસે દિવસે વધી રહ્યું છે.ત્યારે કંપનીઓ દ્વારા ખેડૂતો સાથે જે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હોય છે તે કોન્ટ્રાક્ટમાં કેટલીક વિસંગતતાઓ ખેડૂતોને નડતી હોય છે.બીજી તરફ યોગ્ય બિયારણ ન હોવાના કારણે ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે,એટલું જ નહીં પરંતુ કોન્ટ્રાક્ટમાં નક્કી થયા પ્રમાણેની સાઈઝ પ્રમાણેનું બટાકા ઉત્પાદિત ન થતા તેનો ભાવ ખેડૂતોને ચૂકવવામાં આવતો નથી,સાથોસાથ મોટા પ્રમાણમાં ખેડૂતોને કપાત પણ આપવામાં આવતી હોય છે.જેને લઈને હાલતો ખેડૂતો આ સમગ્ર બાબતે ચિંતિત બન્યા છે.જોકે ખેડૂતો પોતાના પાકને ઉત્પાદન કરી કંપનીઓમાં માલ પહોંચાડતા હોય છે,પરંતુ યોગ્ય સમયે ખેડૂતોના બટાકાના પૈસા ચૂકવવામાં નથી આવતા જેવી બાબતે આજની સભામાં ચર્ચાઓ કરવામાં આવી હતી.

Latest Stories