Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ઇતિહાસમાં દબાયેલી પાલ-દઢવાવ હત્યાકાંડની ઘટનાને દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વે રજૂ કરાશે...

જલીયાવાલા બાગ હત્યાકાંડથી પણ વધુ મોટો હત્યાકાંડ પાલ-દઢવાવમાં થયેલ હત્યાકાંડમાં 1200 લોકોને હત્યા કરી એંગ્રેજોએ ફેંકી દીધા હતા

X

આઝાદીની લડત માટે જલીયાવાલા બાગ હત્યાકાંડથી પણ વધુ મોટો હત્યાકાંડ ઈતીહાસમાં રયાયો છે. સાબરકાંઠા જિલ્લાના પાલ-દઢવાવમાં થયેલ હત્યાકાંડમાં 1200 જેટલા લોકોને એક સાથે એંગ્રેજોએ ગોળી મારી હત્યા કરીને કુવામાં ફેંકી દીધા હતા. આજે પણ લોકો અહી આવી શહીદોને યાદ કરીને દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ઇતિહાસમાં દબાયેલી આ ઘટનાને દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વે ટેબલોના માધ્યમથી રજૂ કરી શહીદોને યાદ કરાશે...

આઝાદીના સંગ્રામમાં 1919ના જલીયાવાલા બાગ હત્યાકાંડ ઈતિહાસના પાના પર અંકિત છે. પરંતુ આઝાદીની લડતનો સાબરકાંઠા જિલ્લાના વિજયનગરનો પાલ-દઢવાવ ગામનો હત્યાકાંડ જલીયાવાલા હત્યાકાંડ કરતા પણ મોટો હત્યાકાંડ બની ચુક્યો છે. દેશને આઝાદ કરવા અનેક આંદોલનો થયા પણ, આ વનવાસી લોકો માટે 1922ની 7 માર્ચનો દિવસ વિજયનગરના આદીવાસી વીસ્તાર માટે કાળો દિવસ સાબિત થયો હતો. રાજસ્થાનના મેવાડના જાણીતા સ્વાતંત્ર સેનાની મોતીલાલ તેજાવત બ્રીટીશ સરકાર સામે લગાન વધારવા અને ઝુલમ સામે પાલ દઢવાવની હેર નદી પાસેના મેદાનમાં સભા બોલાવી હતી. જેમાં રાજસ્થાન અને ગુજરાતના પોશીના અને વિજયનગરના આસપાસના અનેક ગામના લોકો ઉમટી પડ્યા હતા. આ સભાના સમાચાર જાણી બ્રિટીશ અર્ધ લશ્કરી દળો ગોઠવાય ગયા હતા. આ સમગ્ર લડતમાં બ્રિટીશ સરકારે મોતીલાલ તેજાવતને પકડી પાડવા આદેશ આપ્યા હતા. પરંતુ જ્યારે વાતચીત થઈ રહી હતી તે દરમ્યાન જ ગોળી છૂટતા એકઠા થયેલા લોકો પર એંગ્રેજોએ કાળો કેર વરસાવીને ખુની ખેલ ખેલી દીધો હતો.

પાલ-દઢવાવમાં મોતીલાલ તેજાવતના નેજા હેઢળ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા. હજારોની જનમેદની ઉમટી પડી હતી, ત્યારે અંગ્રેજ અફસર એસ.જી.શટરે ઉંચી ટેકરી પર મશીનગન ગોઠવીને ફાયરીંગ કર્યું હતું, અને જોત જોતામાં લાશોના ઢગલા થઈ લોહીની નદીઓ વહેવા લાગી હતી. આ હત્યાકાંડમાં 1200 જેટલા લોકોને એંગ્રેજોએ ગોળી મારી હત્યા કરીને કુવામાં ફેંકી દીધા હતા. આ લોહકાંડની ઘટનાને 1922માં દબાવી દેવામાં આવી હતી. પરંતુ અહીના આદીવાસી સમાજના લોકોએ આ ઘટનાને તાજી રાખવા લોકગીતો ગાવાનું ચાલુ રાખ્યું છે. શહિદોની યાદમાં શહિદ વન અને વીરાંજલી વન બનાવી 1200 જેટલા વૃક્ષ પણ વાવવામાં આવ્યા છે. આઝાદી માટેની આ લડતમાં પાલ-દઢવાવની આ એક જ શહાદતમાં 1200 વીરોએ જીવનું બલિદાન આપ્યું હતું. પરંતુ હજુ ઈતિહાસના પાનાઓ પર એકપણ સોનેરી અક્ષર આ શહીદો માટે લખાયો નથી, તેનો વસવસો અહિના સ્થાનિકોમાં જોવા મળ્યો છે. જોકે, ઇતિહાસમાં દબાયેલી આ ઘટનાને દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વે ટેબલોના માધ્યમથી રજૂ કરાશે...

Next Story