સાબરકાંઠા : પ્રાકૃતિક ખેતીમાં યુવા ખેડૂતનો ચમત્કાર, સુપર ગોલ્ડન સીતાફળનું સફળ ઉત્તમ ઉત્પાદન મેળવ્યું

પ્રાકૃતિક ખેતી થકી કેસરગંજ ગામના યુવા ખેડૂતે સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળની નવી જાતને સાબરકાંઠાના ઉષ્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક ઉગાડી

New Update
  • પ્રાકૃતિક ખેતીમાં યુવા ખેડૂતને મળી સફળતા

  • પરંપરાગત ખેતી છોડીને બાગાયત ખેતી અપનાવી

  • સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલનું કર્યું વાવેતર

  • ચાર એકર જમીનમાં કર્યું હતું સફળતા પૂર્વક વાવેતર

  • માત્ર ત્રણ વર્ષમાં જ મળ્યું ઉત્તમ ઉત્પાદન 

સાબરકાંઠાના વડાલી તાલુકાના કેસરગંજ ગામના યુવા ખેડૂત હરેશ પટેલે પરંપરાગત અને રાસાયણિક ખેતીનો માર્ગ છોડીને પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કર્યો છે. ચાર એકર જમીનમાં તેમણે સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ (સીતાફળ)ની નવી જાત સફળતાપૂર્વક ઉગાડી છે અને માત્ર ત્રણ વર્ષમાં જ તેઓ ઉત્તમ ઉત્પાદન મેળવી રહ્યા છે.

સાબરકાંઠાના વડાલી તાલુકાના કેસરગંજના ખેડૂત હરેશ પટેલે પરંપરાગત ખેતી છોડીને બાગાયતમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમણે સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળની નવી જાતને સાબરકાંઠાના ઉષ્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક ઉગાડી છેઅને ત્રણ વર્ષના અંતે સીતાફળનું ઉત્પાદન મેળવી રહ્યા છે.

હરેશ પટેલે પાટણ યુનિવર્સિટીમાંથી એગ્રીકલ્ચર ઇન ઇકોનોમિક્સમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો છે.હરેશ કહે છે કે 2008થી તેઓ ખેતી સાથે સંકળાયેલા છે.2014માં તેમણે પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી.તેમના શૈક્ષણિક અનુભવોને કારણે તેઓ બાગાયતી ખેતી તરફ આકર્ષાયા હતા. તેમણે ચાર એકર જમીન પર સીતાફળના વૃક્ષોનું વાવેતર કરીને સફળતાપૂર્વક સીતાફળનો પાક ઉગાડ્યો છે.

હરેશભાઈએ વધુમાં જણાવ્યું કે સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળની ખેતી શરૂ કરવા માટે કુલ 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતોજેમાં બાગાયત વિભાગ દ્વારા તેમને 50 હજાર રૂપિયાની સહાય પ્રાપ્ત થઈ હતી.સુપર ગોલ્ડન કસ્ટર્ડ એપલ જાતિના સીતાફળનું વાવેતર શરૂ થયાના ત્રણ વર્ષ પછી હવે ઉત્પાદન શરૂ થયું છેજેમાં પ્રતિ કિલો 150 રૂપિયાના ભાવે સીતાફળનું છૂટક વેચાણ કરે છે. વધઘટમાં બજારના ભાવ અનુસાર પણ સીતાફળનું વેચાણ કરવામાં આવે છે.

Latest Stories