Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : 700 વર્ષથી અધિક પુરાણું હિંમતનગરનું જૈન દેરાસર, પર્યુષણમાં જૈન સમાજના લોકો અહી કરે છે અનેક તપશ્રર્યા

સાબરકાંઠા જીલ્લામાં જૈન સમાજના અનેક મંદિરો આવેલા છે, જેમાં હિંમતનગરમાં આવેલુ જૈન દેરાસર આશરે 700થી વર્ષથી અધિક પુરાણું છે.

X

સાબરકાંઠા જીલ્લામાં જૈન સમાજના અનેક મંદિરો આવેલા છે, જેમાં હિંમતનગરમાં આવેલુ જૈન દેરાસર આશરે 700થી વર્ષથી અધિક પુરાણું છે.આ મંદિર મોગલ સામ્રાજ્યમાં બનાવેલુ હોય તેવું માનવામાં આવે છે, અને એ અહીની કોતરણી પરથી સાબિત થાય છે. તો આ મંદિર તીર્થ સમાન ગણાય છે, જેનું પર્યુષણના દિવસોમાં અનોખું મહત્વ રહ્યું છે.

હાલ ચતુર્થી અને પંચમી પક્ષના પર્યુષણમાં જૈન સમાજના લોકો આરાધના કરતા હોય છે, ત્યારે સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં વખારિયા વાડમાં આવેલ જીનાલય મોગલોના સમયનું છે, જૈન ધર્મ પ્રમાણે દેરાસરને 100 વર્ષ પુરા થાય એટલે તેને તીર્થ માનવામાં આવે છે. વખારિયા વાડમાં આવેલ આ દેરાસર 700થી 900 વર્ષથી પણ અધિક પુરાણું છે. આ દેરાસરમાં ઉતમ કલાકૃતિ જોવા મળે છે, જે ખાસ શિખરો મોગલ શેલીમાં છે. જે તે સમયે મોગલોના આક્રમણથી બચવા આ પ્રકારના દેરાસરો બનાવ્યા હોય તેવું માનવામાં આવે છે. આ દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામી શહિત આદિશ્વર ભગવાનની પ્રતિમાઓ બિરાજમાન છે. જે 800 વર્ષ જૂની છે. આ દેરાસર 800 વર્ષથી પુરાણું હોવાથી આ દેરાસરની પ્રભાવના અલગ જ હોય છે. હાલ ચાલી રહેલા પર્યુષણમાં જૈન સમાજના લોકો અનેક પ્રકારનું તપ કરે છે. જેમાં નાના બાળકોથી માંડીને વડીલો પણ જોડાય છે.

પર્યુષણ પર્વમાં મહાવીર સ્વામીના દર્શન માટે આ દેરાસરમાં રોજ 500થી વધુ ભક્તો પૂજા પાર્થના અને આરતી માટે આવે છે. આ પવિત્ર પર્વમાં ચોવીસ તીર્થંકર અને મહાવીર સ્વામીના જન્મ સમય અને સ્વપ્નોનું વાચન કરવામાં આવે છે. જૈનોની ગીતા ગણાતા પુસ્તક કલ્પસૂત્રના વાચનમાં અહિંસા અને જીવ બચાવવા અનેક સુત્રોના પ્રયાસ માટે ભક્તો સાધના કરતા હોય છે. આ પર્વમાં પાચ કર્તવ્ય કરવામાં આવે છે, જેનું પર્યુષણમાં ખાસ મહત્વ હોય છે. તો અહિંસા પરમો ધર્મનું પણ મહત્વ ખાસ ગણાય છે. જે પાપો વર્ષ દરમિયાન કર્યા હોય તેને પોતાના પર લઈને અહી તપ કરવામાં આવે છે. જેમાં નાના બાળકોથી માંડી વડિલો પણ તપશ્રર્યા કરે છે. થોડા સમય અગાઉ જ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. પરંતુ મંદિરની કોતરણી અદ્દભુત હોવાથી લોકો અહી કોતરણી નિહાળવા પણ આવતા હોય છે. તો પર્યુષણ પર્વને લઈ શ્રદ્ધાળુઓનો ઘસારો પણ વધુ જોવા મળતો હોય છે.

Next Story