સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલી ગાયત્રી મંદિર પાસે રોટરી સરસ્વતી વિદ્યા મંદિરમાં આજે વેલેન્ટાઇન ડેના દિવસે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માતૃપિતૃ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો તેમના માતાપિતાનુ પૂજન કર્યું હતુ
તારીખ ૧૪ ફેબ્રુઆરીની વેલેન્ટાઇન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. પ્રેમી પંખીડાઓ વેલેન્ટાઇન ડેની આતુરતાની રાહ જોવા આવે છે. તો હિંમતનગર શહેરમાં વેલેન્ટાઇન ડે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. હિંમતનગરના ગાયત્રી મંદિર પાસે આવેલી રોટરી સરસ્વતી વિદ્યા મંદિરમાં વેલેન્ટાઇન ડેમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માતૃપિતૃ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.રોટરી સરસ્વતી વિદ્યા મંદિરમાં બાળકોને શિવ કથાના ગણેશ અને કાર્તિેક તેમના શંકર ભગવાન અને પાર્વતીની પૂજા કરતા હતા. તે શિવ કથા બાળકોને સમજાવીને માતાપિતાઓને પૂજન કરાવીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિ બાળકો જાળવી રાખે એ માટે માતૃ પિતૃ પૂજન તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જોકે ૨૫ વર્ષથી રોટરી સરસ્વતી વિદ્યા મંદિર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બાળકોને અભ્યાસની સાથે સાથે સંસ્કારોનું સિંચન કરાવે છે. વેલેન્ટાઇન ડેમાં ૫૦ થી વધુ વાલીઓને પૂજન કરાયું. સાથે રોટરી સરસ્વતી વિદ્યા મંદિરના આચાર્ય સહિત શિક્ષકો સાથે રહીને વિધાર્થીઓ તેમના માતાપિતા ની પૂજા કરીને વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી હતી.