/connect-gujarat/media/post_banners/1c21f61ecafec94422d67296febe6cb1e24a8cec1433c507def3061ade665b8c.jpg)
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાંકણોલ પાસે રોટરી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
હિંમતનગર શહેરમાં રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા ૨૦૨૩ યોજાય હતી.હિંમતનગરના કાંકણોલના ગાયત્રી મંદિર પાસે આવેલી રોટરી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.વિધાર્થી સમૂહના હૃદયમાં રાષ્ટ્ર ભક્તિ અને સ્વદેશાભિમાનની ચેતના જાગૃત થાય અને તેના દ્વારા રાષ્ટ્રીય ચારિત્ર્યનું નિર્માણ થાય તેને લઈને રાષ્ટ્રીય સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં હિંમતનગર શહેરની ૧૪ જેટલી શાળાઓની ૧૪ ટીમે ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સમૂહગાનમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા.